ETV Bharat / city

ETV Exclusive - કોંગ્રેસના ઉમેદવારોની યાદી ભાજપ કાર્યલયમાં તૈયાર થાય છે : AAP રાષ્ટ્રીય પ્રવક્તા - Local body elections 2021

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતની રાજનીતિમાં ધીરે ધીરે હવે ગરમાવો આવી રહ્યો છે. સૌથી પ્રથમ ઉમેદવારોની યાદી આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. આ અંગે દિલ્હીથી આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અતિશી સિંહે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી...

અતિશી સિંહ
અતિશી સિંહ
author img

By

Published : Jan 4, 2021, 3:08 PM IST

Updated : Jan 4, 2021, 3:26 PM IST

  • ગુજરાતમાં ઈમાનદાર રાજનીતિની ખાસ જરૂર
  • ગુજરાતમાં એક જ પાર્ટીનું અસ્તિત્વ છે
  • આડકતરી રીતે કર્યા કોંગ્રેસ પર પ્રહારો
  • કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં જ રહેલી છે - AAP રાષ્ટ્રીય પ્રવક્તા

અમદાવાદ : ગુજરાતની રાજનીતિમાં હવે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. કારણ કે, ભાજપ અને કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ ગુજરાતની રાજનીતિમાં મેદાને ચડી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાની સાથે જ આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અતિશી સિંહની હાજરીમાં મળેલી બેઠક બાદ આ યાદી જાહેર કરવામાં આવી હતી.

કોંગ્રેસના ઉમેદવારોની યાદી ભાજપ કાર્યલયમાં તૈયાર થાય છે : AAP રાષ્ટ્રીય પ્રવક્તા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં કેવા પ્રકારની રહેશે રાજનીતિ

અતિશી સિંહે જણાવ્યું હતું કે, ગુજરાતની રાજનીતિની વાત કરીએ તો આમ આદમી પાર્ટીનું માનવું છે કે, ગુજરાતમાં એક જ પાર્ટી કાર્યરત છે. તેને આડકતરી રીતે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટીનું ગઠબંધન છે. બન્ને પાર્ટીઓ વચ્ચે સાંઠગાંઠ રહેલી છે. જે કારણે જ ભાજપ કોઈ પણ ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરે ત્યાર બાદ જ કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરતી હોય છે, પરંતુ કોંગ્રેસની યાદી ભાજપની જ ઓફિસમાં બનતી હોવાનો આક્ષેપ પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા દ્વારા કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જણાવ્યું કે, ખાસ કરીને ગુજરાતમાં ભ્રષ્ટાચાર ખૂબ જ વધી રહ્યો છે. સરકારી હોસ્પિટલની વાત કરવામાં આવે તો જેલ કરતા પણ વધારે ખરાબ હાલત સરકારી હોસ્પિટલની છે, પરંતુ ગુજરાતની જનતા સાથે કોઇપણ જાતનો બીજો વિકલ્પ નથી અને તેના માટે થઈને ભારતીય જનતા પાર્ટી વિજયનો ડંકો વગાડતી હોય છે, પરંતુ હવે તે શક્ય નહીં રહે કારણ કે, આમ આદમી પાર્ટી ગુજરાતની રાજનીતિમાં પ્રવેશી કરી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી બન્ને ચૂંટણીઓમાં લડવાની ક્ષમતા દર્શાવવામાં આવી રહી છે.

ચૂંટણીમાં ફોર્મ્યુલા કેવા પ્રકારની જોવા મળશે? દિલ્લી ફોર્મ્યુલા કે ગુજરાતમાં નવી ફોર્મ્યુલા

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એક ચોક્કસ રણનીતિ નક્કી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં જે પ્રકારે ઘરે ઘરે જઈને કામગીરી દર્શાવવામાં આવી રહી હોય છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ ઘરે ઘરે જઈને દરવાજો ખખડાવવામાં આવશે અને દિલ્હીમાં થયેલી કામગીરી ગુજરાતમાં પણ થશે તેવા આશ્વાસન સાથે મજબૂત સરકારનું બને તેવી માગ કરવામાં આવશે. બીજી તરફ ઉદાહરણ પણ આપવામાં આવશે દિલ્હીમાં કેજરીવાલ સરકારે જે પ્રકારે કામ કર્યું છે, તે જ પ્રકારે ગુજરાતમાં પણ કાર્યરત કરવામાં આવશે, તેવું આશ્વાસન ગુજરાતની જનતાને આપવામાં આવશે. આ સાથે જ આમ આદમી પાર્ટી દરેક ઘરે ઘરે જઈને ગુજરાતમાં સફાઈ કરવાની જરૂર પડી છે, તે પ્રકારનો સંદેશો પહોંચાડવાની કામગીરી કરવામાં આવશે.

કોરોના સમયે ગુજરાતની કામગીરીને કેવી રીતે જોઈ રહ્યા છો

ગુજરાતમાં ખાસ કરીને કોરોનાની વાત કરીએ તો દેશમાં જ્યારે કોરોના વાઇરસનો લોકો ઇલાજ કરાવી રહ્યા હતા, સારવાર કરાવી રહ્યા હતા તે સમયે ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો. NOT માસ્કને લઈને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ વેન્ટિલેટરને લઈને પણ સરકારે ભ્રષ્ટાચાર આચર્યો હતો. જ્યારે સૌથી ખરાબ હાલત ગુજરાતની હતી, તે દરમિયાન સામાન્ય લોકો હેરાન પરેશાન અને ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા હતા. સમગ્ર દેશમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી, તે સમયે ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો. ગુજરાતમાં કોઈપણ પ્રકારના ટેસ્ટ ન થયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. બીજી તરફ હોસ્પિટલની હાલત પણ ખૂબ જ ખરાબ દયનીય જોવા મળી રહી હતી અને તેના જ કારણે થઈને કોરોનામાં ગુજરાતની સરકાર નિષ્ફળ રહી છે.

BTP અને AIMIMના ગઠબંધનને આમ આદમી પાર્ટી કેવી રીતે જોઈ રહી છે?

ઔવેસી પહેલાથી જ ભાજપ માટે કામ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ આ ગઠબંધ ભાજપને સમર્થન આપવા માટે જ કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. એટલે કે ભાજપના ખિસ્સામાં કોંગ્રેસ પહેલાથી જ રહ્યું હતું અને હવે BTP અને AIMIM પણ જોડાઈ જશે, પરંતુ આમ આદમી પાર્ટી ચોક્કસ રણનીતિ અને ચોક્કસ ફોર્મ્યુલા સાથે સક્ષમ થઈ રહી છે અને ગુજરાતની રાજનીતિમાં એક નવો પડકાર તમામ પાર્ટીઓ સામે જોવા મળશે તે બાબતને સ્પષ્ટ કરી હતી.

Last Updated : Jan 4, 2021, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.