ETV Bharat / city

નરેન્દ્ર મોદીના બાળપણની અજાણી વાતો પર "એક નયા સવેરા" ફિલ્મ બની - Prime Minister

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણ પર આધારિત એક ફિલ્મ બનાવવામાં આવી છે. તેમના જીવન સાથે જોડાયેલી બાળપણની વાતો "એક નયા સવેરા" ફિલ્મમાં આપણને જોવા મળશે. આ ફિલ્મના રાઇટર અને ડિરેકટર સબ્બિર કુરેશી છે.

નરેન્દ્ર મોદીના બાળપણની અજાણી વાતો પર "એક નયા સવેરા" ફિલ્મ બની

author img

By

Published : Sep 19, 2021, 10:36 AM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણ પર બની ફિલ્મ
  • ગુજરાત અને મુંબઈમાં શૂટિંગ
  • વડાપ્રધાનના બાળપણથી RSS માં જોડાવા સુધીનાં સફર પર ફિલ્મ

અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર 'એક નયા સવેરા' ફિલ્મ બની છે. આપણે સૌ કોઈ તેમના વર્તમાનથી તો પરિચિત છીએ, પરંતુ તેમના બાળપણ વિશે ઘણી એવી વાતો છે જેના વિશે આપણે સૌ અજાણ છીએ, ત્યારે તેમના જીવન સાથે જોડાયેલી બાળપણની વાતો "એક નયા સવેરા" ફિલ્મમાં આપણને જોવા મળશે. આ ફિલ્મના રાઇટર અને ડિરેકટર સબ્બિર કુરેશી છે. જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રેરાઈને આ ફિલ્મ બનાવી છે.

ગુજરાતમાં થયું શૂટિંગ

આ ફિલ્મના નિર્માણ માટે રાઈટર અને ડિરેકટર સબ્બિર કુરેશીએ તેમના બાળપણ વિશે અભ્યાસ કર્યો હતો. નરેન્દ્ર મોદીના બાળપણના જીવનકાળ દરમિયાનની વાતોને બારીકાઈથી આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. કાસ્ટીંગ તરીકે ચાઇલ્ડ મોદીજીનો રોલ રુદ્ર રામેટેકર, મોદીજીની માતાનો રોલ કીન્નલ નાયક, મોદીજીની બહેનનો ગુંજન રામટેકર તથા મોદીજીની ટીચરનો રોલ નાજીર અજમેરીએ પ્લે કર્યો છે. તથા કેરેક્ટર તરીકે મેઘા રાઠોર દ્વારા કામ કરવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદીના બાળપણની અજાણી વાતો પર "એક નયા સવેરા" ફિલ્મ બની

આ પણ વાંચો : નવા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના ચાર્જ દરમિયાન પૂર્વ શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા રહ્યા હાજર

નરેન્દ્ર મોદીના 71 વર્ષ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 71 વર્ષ પૂર્ણ થઈ ચૂકયા છે. આ ફિલ્મ ટુંક જ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંજૂરી લીધા બાદ જ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના બાળપણ સાથે જોડાયેલી 12 જેટલી મહત્વની વાતો કિસ્સા રૂપે અલગ-અલગ પડાવમાં ફિલ્માવવામાં આવી છે. આજ સુધી કોઈએ પણ તેમના બાળપણની વાતોને બારીકાઈથી સાંભળી કે જોઈ નથી, પરંતુ આ ફિલ્મમાં તમને એ જોવા મળશે.

આ પણ વાંચો : બાળ મજૂરી થશે તો રાજ્ય સરકાર કડક પગલાં ભરશે : બ્રિજેશ મેરજા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.