ETV Bharat / city

જગન્નાથ મંદિરમાં કોવિડ વેક્સિનેશન અને ટેલિમેડીસીનનો DyCM નીતિન પટેલે કર્યો પ્રારંભ - પોલીસ માટે ટેલીમેડિસીન

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ( DyCM Nitin Patel ) અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ( Home Minister Pradipsinh Jadeja ) દ્વારા અમદાવાદના જગન્નાથજી મંદિર ( Jagannath Temple )ના પરિસરમાં ગુરૂવારે નિ:શૂલ્ક કોરોના રસીકરણ ( Covid Vaccination ) અને પોલીસ જવાનો માટે ટેલીમેડિસીનની સેવા શરૂ કરાઇ હતી. જેના થકી જગન્નાથ મંદિરમાં સેવાનું ત્રિ-સંગમ જોવા મળ્યો હતો.

DyCM Nitin Patel launches covid vaccination in Jagannath Temple
જગન્નાથ મંદિરમાં કોવિડ વેક્સિનેશન પ્રારંભ
author img

By

Published : Jun 24, 2021, 7:21 PM IST

  • જગન્નાથ મંદિરના પ્રાંગણમાં સેવાનું ત્રિ-સંગમ
  • મંદિરમાં પોલીસ જવાનો માટે ટેલિમેડિસીન સેવા શરૂ
  • રસીકરણ અભિયાનમાં પ્રથમ દિવસે જ લોકોએ રસી લીધી

અમદાવાદ: શહેર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ( Jagannath Temple ) ધાર્મિક આસ્થા અને ભક્તોની લાગણીઓની સાથે સાથે ગુરૂવારે નાગરિકોની સેવા માટેનું કેન્દ્રબિંદુ બન્યું છે. જગન્નાથ મંદિરના પ્રાંગણમાં નાગરિકો માટે નિ:શૂલ્ક કોરોના રસીકરણ ( Covid Vaccination ) અને પોલીસ જવાનો માટે ટેલીમેડિસીનની સેવા શરૂ કરાઇ હતી. જેના થકી જગન્નાથ મંદિરમાં સેવાનું ત્રિ-સંગમ જોવા મળ્યો હતો.

જગન્નાથ મંદિરમાં કોવિડ વેક્સિનેશન પ્રારંભ

આ પણ વાંચો: કોરોનાને ધ્યાનમાં રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે: પ્રદિપસિંહ જાડેજા

કોવિડ વેક્સિનેશન અને ટેલિમેડીસીનનું ઉદ્ઘાટન કરાયું

જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીને જળાભિષેક કરી મંદિરના પ્રાંગણમાં થઇ રહેલી કોરોના રસીકરણની કામગીરી અને ટેલીમેડિસીન સેવાનો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ( DyCM Nitin Patel ) અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ( Home Minister Pradipsinh Jadeja ) એ તાગ મેળવ્યો હતો.

DyCM Nitin Patel launches covid vaccination in Jagannath Temple
જગન્નાથ મંદિરમાં કોવિડ વેક્સિનેશન પ્રારંભ

જગન્નાથ મંદિર દ્વારા થઈ રહ્યા છે સેવાના કામ : નીતિન પટેલ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિરમાં મહંત દિલિપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા સમાજ ઉપયોગી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી ગૌશાળા કાર્યરત કરીને અનેક ભક્તો-નગરજનોને ઉપયોગી બન્યા છે. આજે ગુરૂવારના રોજ આરોગ્યની સેવાકીય પ્રવૃતિઓમાં મંદિર દ્વારા એક છોગુ ઉમેરાયું છે. પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં શરૂ કરાયેલા નિ:શૂલ્ક રસીકરણ અભિયાનમાં સહભાગી બનવા પગલું ભર્યું છે.

આ પણ વાંચો: "વેલ ડન ઇન્ડિયા": રસીકરણના પહેલા જ દિવસે બન્યો રેકોર્ડ

રસીકરણની પહેલ આવકારદાયક : નીતિન પટેલ

નાયબ મુખ્યપ્રધાન પટેલે અંતમાં જણાવ્યું હતું કે, કોરોના રસીકરણની પહેલ આવકારદાયક છે. જગન્નાથ મંદિરમાં રસીકરણની પહેલ અને પોલીસ જવાનો માટેના ટેલિમેડિસીન થકી આયુર્વેદિક અને એલોપેથી ઉપચાર પધ્ધતિએ તેમના ભક્તો, નાગરિકો, સમાજ પ્રત્યેની ઉતરદાયિત્વની કેડી કંડારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.