ETV Bharat / city

અમદાવાદઃ અનલોકમાં ફરી કલાઉડ કિચન કોન્સેપ્ટ શરૂ, લોકોને ઘરે બેઠા મળશે જમવાનું - કલાઉડ કિચન કોન્સેપ્ટ

કોરોનાના સમયમાં મોટા ભાગના લોકોને ઘર પર જ જમવાની આદત પડી ગઈ છે. કોરોનાના ભયને કારણે લોકો બહાર જમવા માટે અચકાતા હોય છે અને પરિણામે કલાઉડ કિચનમાં ઓર્ડરનું પ્રમાણ નોંધપાત્ર રીતે નીચે ગયું હતું.

Food
Food
author img

By

Published : Oct 2, 2020, 2:26 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની કામગીરી ફરી શરૂ થઈ છે. હોટલ અને રેસ્ટોરન્ટનો વ્યવસાય ધીમે ધીમે ગતિ પર આવી રહ્યો છે. કોરોનાના સમયમાં ઘર પર જમવાની આદત પડી ગઈ અને કોરોનાના ભયને કારણે લોકો બહાર જમવા માટે અચકાતા હોય છે. પરિણામે કલાઉડ કિચનમાં ઓર્ડરનું પ્રમાણ નોંધપાત્ર રીતે નીચે ગયું હતું. ટેકઅવે રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટે નોંધપાત્ર વ્યવસાય અને આવક માટેનો હિસ્સો ધરાવે છે.

કોરોનાના સમય સાથે અનલોકમાં ફરી કલાઉડ કિચન કોન્સેપ્ટ
લોકડાઉન પહેલાં ટેકઓવેઝ કુલ ઓર્ડર વોલ્યુમમાં 20-40% નો સમાવેશ કરે છે. શહેરના સી.જી. રોડ પર આવેલા અમદાવાદ ટિફિન સર્વિસ નામના કલાઉડ કિચનના સ્થાપક સંચાલક રવિ ગાંધીએ જણાવ્યું હતું કે, એક રેસ્ટોરન્ટ કે હોટલમાં જો ચાર લોકો જમવા જાય તો ત્યાંના ખર્ચ કરતા 50 થી 60 ટકા ઓછા ખર્ચમાં આ પ્રકારના કલાઉડ કિચન ગ્રાહકોને ઘરે બેઠા હેલ્ધી અને સારી ક્વોલિટી વાળું જમવાનું પહોંચાડી શકાય છે. આ કોરોનાના સમયમાં હાયજીન અને સેનેટાઈઝ કરેલા પેકીંગમાં સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરીને ડિલિવરી કરવામાં આવે છે.ઉદ્યોગના અંદાજ સૂચવે છે કે એપ્લિકેશન આધારિત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ આવ્યા પછી ટેકઅવે બિઝનેસમાં રાજ્યભરમાં રેસ્ટોરન્ટ્સ માટે ગ્રાહકો વધ્યા છે અને વિવિધ ક્લાઉડ કિચન પણ શરૂ થયા છે. જે ફક્ત કલાઉડ કિચનના સ્વરૂપે ઓનલાઇન ફૂડ ડિલિવરી બિઝનેસ મોડેલ પર જ ચાલતા થયા છે. લોકડાઉન પૂર્વે અમદાવાદમાં દરરોજ 75,000 ફૂડ ડિલિવરી થતી હતી. ફૂડ એન્ટરપ્રિન્યર્સ એલાયન્સ (એફઇએ) દ્વારા અંદાજ સૂચવે છે જે હવે માંડ માંડ 4,000 થઈ ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.