ETV Bharat / city

પાંચ વર્ષનું પંચનામુંઃ શાહીબાગ વૉર્ડમાં અનેક વિકાસના કામો થયા હોવાનો દાવો - Shahibaug Area

અમદાવાદના શાહીબાગ વૉર્ડને વીઆઈપી વોર્ડ પણ કહી શકાય છે. છેલ્લા બે ટર્મથી અહીં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવીણ પટેલ ભાજપ માટે મજબૂત દાવેદાર રહી ચૂક્યાં છે. તેઓ સતત 20 વર્ષથી કાઉન્સીલર તરીકે ચૂંટાઈ આવ્યાં છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેવાની સાથોસાથ તેઓ રોડ એન્ડ બિલ્ડિંગ જેવી અન્ય પણ કેટલીક મહત્વની કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યાં છે.

શાહીબાગ વૉર્ડમાં અનેક વિકાસના કામો થયા હોવાનો દાવો

author img

By

Published : Jan 29, 2021, 7:44 PM IST

  • 2015 માં શાહીબાગ વોર્ડમાં ચારેય સીટ પર ભાજપની થઈ હતી જીત
  • ચોમાસામાં પાણી ભરાવવાની કોઈ સમસ્યા ના હોવાનો કાઉન્સિલરનો દાવો
  • શાહીબાગ વોર્ડમાં અનેક નવા રોડ બનાવાયા

અમદાવાદઃ શહેરના શાહીબાગ વૉર્ડ વીઆઈપી વૉર્ડ પણ કહી શકાય છે. છેલ્લા બે ટર્મથી અહીં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવીણ પટેલ ભાજપ માટે મજબૂત દાવેદાર રહી ચૂક્યાં છે. તેઓ સતત 20 વર્ષથી કાઉન્સીલર તરીકે ચૂંટાઈ આવ્યાં છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેવાની સાથોસાથ તેઓ રોડ એન્ડ બિલ્ડિંગ જેવી અન્ય પણ કેટલીક મહત્વની કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યાં છે. વળી, ગત 2015 સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અહીં ચારેય કોર્પોરેટરોની સીટોમાં ભાજપ ઉમેદવાર વિજેતા રહ્યાં છે.

છેલ્લા 5 વર્ષમાં કઈ કઈ કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવી?

પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેેલે જણાવ્યું કે, શાહીબાગમાં પાણી ભરાવાની વિકટ સમસ્યા હતી. તેનું નિરાકરણ લાવવા માટે એમ.એલ.એ કોટર્સથી બિપિન કોમ્પ્લેક્સ, જાગીરપુરા ચકલાથી બળીયા લીમડી ગીરધર નગર સુધી નવી લાઈન નાખવામાં આવી છે. રચના સ્કૂલ પાસે પણ જ્યાં પાણી ભરાતું હતું, ત્યાં પણ નવી ડક લાઈન ડફનાડા સુધી નાંખવામાં આવી છે. વધુમાં ટાટા એડવાન્સ મિલ આગળ પણ ડક લાઈન નાખવાનું કામ હાલ કાર્યરત છે. પ્રવીણ પટેેલે વધુમાં જણાવ્યું કે, શાહીબાગ વિસ્તારમાં સુજાતાથી ડફનાળા સુધી નવો રોડ બનાવવામાં આવ્યો છે. વિઠ્ઠલ સિંહથી ફોરેન્સિક સુધીનો રોડ નવો બનાવવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત સોસાયટી આગળથી બાબુપુરા છાપરા સુધી નવો રોડ બનાવવામાં આવ્યો છે. હાલ ઇદગાહથી પ્રેમ દરવાજા, કાલુપુર સુધી રોડ બની રહ્યો છે.

ફરી તક મળે તો ફરીવાર જનતાના પ્રશ્નો દૂર કરવાના પ્રયત્નો કરીશઃ પ્રતિભા બેન

મહિલા કાઉન્સિલર પ્રતિભા બેને જણાવ્યું કે, શાહીબાગ વિસ્તારમાં જ્યાં ચાલી વિસ્તારમાંથી કોઈ પણ પ્રશ્ન આવ્યા ત્યાં હું તરત હાજર થઇ જાવ છુ. તેમજ તેમણે જણાવ્યું કે, રોડ બનાવવા માટે સરકારની 80-20 ની પણ કામગીરી કરવામાં આવી છે. અધિકારીઓએ પણ દરેક કામમાં સહકાર કર્યો હોવાનું કાઉન્સિલરે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે માત્ર ટેક્નિકલ સમસ્યા આવી હોય તે સિવાયના તમામ કામો કરવામાં સરળતા રહી છે. આ ઉપરાંત મહિલા કાઉન્સિલર પ્રતિભા બેને જણાવ્યું કે શાહીબાગમાં પ્રાથમિક પ્રશ્નોનું મોટા ભાગના કામો પુરા થયા છે, પણ જો ફરી તક મળે તો ફરીવાર જનતાના પ્રશ્નો દૂર કરવાના પ્રયત્નો કરીશ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.