અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે લોકોની સૌથી વધુ અવરજવર થતી હોય છે. તેમજ એક ફરવા લાયક સ્થળ હોવાથી લોકોની સુવિધાઓમાં વધારો કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યાએ food court શરૂ કરવામાં આવ્યા હતા. તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ કિનારામાં રિવરફ્રન્ટની શાનમાં વધારો કર્યા બાદ પૂર્વ કિનારાની શાનમાં વધારો કરવાની દિશામાં વધારે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે સાબરમતી નદી કિનારે બેસીને લોકો સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકે તે માટે ફૂડ કોર્ટ શરૂ કરવામાં આવ્યા હતા. જેનું ભાડું એક કરોડ ઉપર થાય છે. આ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કમાણી પણ થાય છે.
મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાના જણાવ્યા મુજબ રિવરફ્રન્ટના પટ્ટા પર જેટલા ફૂડ કોર્ટ છે. તેમજ જેટલી દુકાનો ભાડે આપેલ છે. તેનું વાર્ષિક ભાડું બધું મળીને એક કરોડ 13 લાખ થાય છે. તે ઉપરાંત દધીચી બ્રિજ નીચે જે ફૂડ કોટ બનાવવામાં આવ્યું છે. એનું ભાડું વાર્ષિક 25 લાખ છે. પૂર્વ બાજુ ગાયત્રી મંદિર પાછળ ચાર દુકાનો ભાડે આપેલ છે. જેનું ભાડું 24 લાખ રૂપિયા છે.
Jones Lang LaSalle (JJL) સંસ્થા આંતરરાષ્ટ્રીય કક્ષા પર અનેક દેશોમાં સ્થપાયેલી છે. તેમજ રિયલ એસ્ટેટ એડવાઇઝરી સર્વિસ આપે છે. આ સદર સંસ્થા સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટના વેચાણ અર્થે આંતરરાષ્ટ્રીય સ્તરે રિસર્ચ કરી પ્લોટ વેચાણ માટે સૂચનો તથા માર્ગદર્શન આપશે. સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટ વેચાણ માટે આંતરરાષ્ટ્રીય પ્લોટ સાથે સંકલન માટે મદદરૂપ થશે.આ સદર સંસ્થા રિવરફ્રન્ટ માટે માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને આંતરરાષ્ટ્રીય દરજ્જાની રચના તૈયાર કરશે. જેનો કોન્ટ્રાક્ટ પાંચ વર્ષનો છે.