ETV Bharat / city

અમદાવાદમાં કડકડતી ઠંડીમાં મંદિર પાસેથી ત્યજેલી નવજાત બાળકી મળી આવી - કડકતી ઠંડી

અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં રવિવારે સવારે નવજાત બાળકી મળી આવી હોવાની ઘટના સામે આવી હતી. કડકડતી ઠંડીમાં બાળકીને આ રીતે મૂકી જનાર પણ નિર્દયી સામે મણીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.

ત્યાજેલી નવજાત બાળકી
ત્યાજેલી નવજાત બાળકી
author img

By

Published : Jan 25, 2021, 5:10 PM IST

  • મણીનગરમાં મળી નવજાત બાળકી
  • મંદિર પાસે મળી આવી બાળકી
  • મણીગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો

અમદાવાદ : મણીનગરની દરગાહ પાસે ફૂટપાથ પર રહેતા દિવાળીબેનને બૂમો પાડી જણાવ્યું કે, દરગાહની બાજુમાં આવેલા જોગણી માતા અને હડકવાઈ માતાના મંદિરના ઓટલા પર બાળકના રડવાનો અવાજ આવે છે. જેથી ત્યાં રહેતા મહેમૂદભાઈના પરિવારજનોએ જઈને જોયું તો એક એક ગોદડીમાં ઢાંકેલું બાળક ઠંડીમાં રડતું હતું. જેથી તેઓ બાળકીને દરગાહમાં લઇ ગયા હતા અને દૂધ પીવડાવ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પરંતુ આ કડકતી ઠંડીમાં બાળકીને આ રીતે ત્યજી દેનાર વ્યક્તિ પર પણ અનેક સવાલ ઉભા થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.