- AMCના વિપક્ષના નેતા દિનેશ શર્માએ રાજીનામું આપ્યું
- પાર્ટીના હિતમાં રાજીનામું આપ્યુંઃ દિનેશ શર્મા
- હું હંમેશા કોંગ્રેસનો સૈનિક રહીશઃ દિનેશ શર્મા
અમદાવાદઃ છેલ્લાં કેટલાય સમયથી કોંગ્રેસ પક્ષમાં વિપક્ષના નેતા બદલવાની માગ ઉઠી હતી અને જેના કારણે અમદાવાદ શહેર કોંગ્રેસમાં બે જૂથ પડી ગયાં હોય તેવું લાગી રહ્યું હતું, થોડા સમય પહેલાં જયારે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ જ્યારે અમદાવાદની મુલાકાતે આવ્યાં ત્યારે આ મુદ્દે બંધબારણે એક બેઠક મળી હતી અને આ બેઠકમાં કોંગ્રેસના 4 ધારાસભ્યોમાંથી 2 ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા અને ગ્યાસસુદીન શેખ દિનેશ શર્માના સમર્થનમાં હતાં. જ્યારે અન્ય 2 ધારાસભ્યો વિપક્ષના નેતાને બદલવા માગતાં હતાં.
- દિનેશ શર્માએ જૂથવાદની વાતને નકારી
ETV ભારત સાથે દિનેશ શર્માએ કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં પાર્ટીના હિતમાં રાજીનામું આપ્યું છે અને હું પાર્ટી સાથે જોડાયેલો છું અને હંમેશા જોડાયેલો રહીશ. આ ઉપરાંત પાર્ટીમાં જૂથવાદ હોવાની વાત પણ દિનેશ શર્માએ નકારી હતી.