અમદાવાદ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ (Shri Arasuri Ambaji Mata Devasthan Trust) અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા દ્વારા ભાદરવી પૂનમના મેળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પદયાત્રીઓ અને દર્શનાર્થીઓની તમામ પ્રકારની સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેવામાં હવે અહીં ન આવી શકનારા ભક્તો માટે ડિજિટલ પ્લેટફોર્મ આશીર્વાદરૂપ સાબિત થયું હતું.
આટલા ભક્તોએ કર્યા દર્શન આપને જાણીને ખુશી થશે કે, ભાદરવી પૂનમના મેળાના દિવસે અંબાજીના ડિજિટલ પ્લેટફોર્મ (Ambaji Temple Digital Platform) પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ દિવસે વિશ્વભરના 20 દેશોના 27,00,000 માઈભક્તોએ ડિજિટલ પ્લેટફોર્મ (Ambaji Temple Digital Platform ) થકી મેળાનું જીવંત પ્રસારણ નિહાળ્યું (ambaji temple digital darshan) હતું.
ભક્તો ઘરે બેઠા દર્શન કરે તેવી વ્યવસ્થા કરાઈ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન મહામેળો (bhadarvi poonam fair 2022) યોજાયો હતો. ત્યારે ડિજિટલ ઈન્ડિયા (digital india) અંતર્ગત કલેકટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે સૌ પ્રથમ વાર ઓનલાઈન રજિસ્ટ્રેશન, વાહન પાસ અને શ્રદ્ધાળુ ભાવિકભક્તો ઘેર બેઠા મા અંબાના દર્શન કરી શકે એ માટે પ્રકારનું આયોજન કરી માઇભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ (ambaji temple digital darshan) કરવામાં આવી હતી.
સૌ પ્રથમ વાર ઓનલાઈન રજિસ્ટ્રેશન આ વખતે મેળામાં વહીવટી તંત્ર દ્વારા કેટલીક વિશિષ્ટ અને અનોખી પહેલ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અંબાજીમાં આવતા પદયાત્રી સંઘો અને વાહનો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની (online registration for ambaji temple) સગવડ ઊભી કરવામાં આવી હતી, જે અંતર્ગત 5,500 જેટલા પદયાત્રી સંઘોની ઓનલાઈન નોંધણી અને 11,540 જેટલા વાહનપાસ ઘરે બેઠા ઓનલાઈન મંજૂરી આપી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
154 જેટલા સેવા કેમ્પને ઓનલાઈન મંજૂરી આપી હતી સોશિયલ મીડિયા પર દર્શનાર્થીઓને વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની સાથે સરકારની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં મેળામાં ઉમટેલા માઈભક્તોએ લાભ લીધો હતો. મેળા દરમિયાન જૂદી જૂદી જગ્યાએ જ્યાં યાત્રિકોનો મોટો ઘસારો રહેતો હોય એવા સ્થળોએ 12 જેટલી મોટી LED સ્ક્રિન અને 35 જેટલા ટિવી સ્ક્રીનમાં દર્શન, આરતી, અગત્યની માહિતી, સરકારની માહિતીનું નિદર્શન કરવામાં (ambaji temple digital darshan) આવ્યું હતું.
ઘરે બેઠા દર્શનનો લ્હાવો મહત્વનું છે કે, શક્તિપીઠ અંબાજી દેશભર અને વિશ્વમાં વસતા માઈભક્તો માટે શ્રદ્ધા આસ્થાનું પ્રતીક છે. તેવામાં ભાદરવી પૂનમના મેળાનો (bhadarvi poonam fair 2022) વિશેષ મહિમા હોવાથી લાખો યાત્રાળુઓમાં અંબાજીના ધામમાં ઉમટી પડતા હોય છે. ત્યારે અંબાજી ન આવી શકનારા માઇ ભક્તો ઘેર બેઠા માતાજીના દર્શન આરતી અને મેળાનો આનંદ માણી શકે એ માટે સમગ્ર મેળાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Ambaji Temple Digital Platform) પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું.
ઈન્સ્ટાગ્રામ પર પણ શરૂ કરાયું પેજ તે અંતર્ગત વિશ્વભરના 20 જેટલા દેશમાં 27,00,000 શ્રદ્ધાળુઓએ ડિજિટલ માધ્યમ ફેસબુક, યુટ્યૂબ, ટ્વિટર, વેબસાઈટના માધ્યમથી મેળાનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું હતું. સાથે જ તેમણે ધન્યતા અનુભવી છે. તો આ વર્ષથી અંબાજી દેવસ્થાનનું ઇન્સ્ટગ્રામ પેજ પણ શરૂ કરાયું છે, જેનો બહોળી સંખ્યામાં યુવાવર્ગે લાભ લીધો હતો.