ETV Bharat / city

Ahmedabadi Students In Ukraine: યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓને મળ્યા કલેકટર સંદીપ સાંગલે - ઓપરેશન ગંગા યુક્રેન

રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે વિદેશમાં ફસાયેલા અમદાવાદી વિદ્યાર્થીઓ (Ahmedabadi Students In Ukraine)ના પરિવારને કલેક્ટર સંદીપ સાંગલે મળ્યા હતા. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારના પ્રયત્નોથી વિદ્યાર્થીઓ જલદી સ્વદેશ આવી જશે. અમદાવાદ જિલ્લાના કુલ 259 વિદ્યાર્થીઓ યુક્રેનમાં છે જેમાંથી 55 વિદ્યાર્થીઓ સ્વદેશ પરત આવ્યા છે.

Ahmedabadi Students In Ukraine: યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓને મળ્યા કલેકટર સંદીપ સાંગલે

author img

By

Published : Mar 5, 2022, 4:17 PM IST

અમદાવાદ: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ (Russia Ukraine War 2022)નો આજે નવમો દિવસ છે અને યુદ્ધ વિશ્વયુદ્ધમાં પરિણમે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ કારણે ભારત સહિત વિશ્વના દેશોમાં ભય ફેલાઈ ગયો છે. બીજી તરફ ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થીઓ (Ahmedabadi Students In Ukraine) યુદ્ધના કારણે યુક્રેનમાં ફસાયા છે, જેના કારણે વાલીઓ (indian students stranded in ukraine) ચિંતામાં મુકાયા છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ (Russia Ukraine Crisis)ની વચ્ચે વિદ્યાર્થીઓને બચાવવા માટે સરકારે 'ઓપરેશન ગંગા' (operation ganga ukraine) અંતર્ગત વિદ્યાર્થીઓને સ્વદેશ લાવવા તેજ કવાયત હાથ ધરી છે.

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારને મળીને કલેક્ટર સંદીપ સાંગલેએ સાંત્વના આપી.

આ પણ વાંચો: Operation Ganga Ukraine: યુક્રેનથી સુરત આવેલા વિદ્યાર્થીઓએ વર્ણવી આપવીતી, યુક્રેનિયન આર્મીએ કર્યો હતો ખરાબ વ્યવહાર

વિદ્યાર્થીઓના પરિવારને મળીને સાંત્વના આપી

સરકારે ઓપરેશન ગંગા શરૂ કરીને કેટલાય વિદ્યાર્થીઓને હેમખેમ વતન પરત લાવ્યા છે. આ સ્થિતિ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓને કલેક્ટર સંદીપ સાંગલેએ મળીને સાંત્વના આપી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ (Gujarati Students In Ukraine)ના અમદાવાદના રાણીપ તેમજ મોટેરા સ્થિત રહેતા પરિવારોને કલેક્ટર સંદીપ સાંગલે મળીને સાંત્વના આપી હતી.

આ પણ વાંચો: Russia Ukraine War: યુક્રેનમાંથી પાટણના 12 વિદ્યાર્થીઓ હેમખેમ પરત આવ્યા

અમદાવાદ જિલ્લાના 55 વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફર્યા

કલેક્ટર સંદીપ સાંગલે રાણીપમાં રહેતા શિવમ શર્માના માતાપિતાને મળ્યા હતા. તેમણે કહ્યું કે, હાલમાં રોમાનીયા દેશમાં શિવમ પહોંચી ગયો છે. કેન્દ્ર સરકારના પ્રયાસોથી સુરક્ષિત ઘરે આવી જશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લાના કુલ 259 વિધાર્થીઓ યુક્રેનમાં છે. જે પૈકી 55 વિધાર્થીઓ સ્વદેશ પરત આવી ગયા છે અને અત્યાર સુધીમાં 228 પરિવાર સાથે અધિકારીઓ મુલાકાત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.