અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાવાયરસનો બોમ્બ શરૂઆતમાં ફૂટ્યો હતો જેના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. લૉક ડાઉન દરમિયાન ફ્રન્ટલાઈન પર રહીને લોકોની સેવામાં કાર્યરત એવા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ હતાં. ઇટીવી ભારતના સંવાદદાતા પાર્થ શાહ એક્સક્લુઝિવ વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે લૉક ડાઉન નાખવામાં આવ્યાં બાદ સતત લોકોને અવેરનેસ માટે જમાલપુર સહિત વિસ્તારોમાં ફરતાં હતાં, ઈમરાન ખેડાવાલા કન્ટેન્મેન્ટ ઝોનમાં જઈ લોકોને સમજાવતાં હતાં. મેડિકલ ટીમને સાથે રાખી સતત લોકોના ટેસ્ટ કરાવતાં હતાં. પરંતુ તેમને લોકોને અમલ કરવા માટે થઈ કોરોના વાયરસ નો રિપોર્ટ પણ કરાવ્યો જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ બે મિનિટ માટે ભયભીત થઈ ગયાં હતાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહંરા દ્વારા તેમને જાણ કરવામાં આવી હતી કે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને સાંભળીને બે મિનિટ માટે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ સ્તબ્ધ થઈ ગયાં હતાં.
અમદાવાદ - કોરોના વાઇરસને પરાસ્ત કરનારા ઇમરાન ખેડાવાલા સાથે ખાસ વાતચીત - કોવિડ19
વૈશ્વિક મહામારી કોરોના સામે ઝઝૂમવાનું દર્દ દર્દીને એક અલગ અનુભવ કરાવી જાય છે. કોરોના સંક્રમણથી મુક્ત થયાં પછી સામાન્ય જિંદગીમાં પરત ફરતી વ્યક્તિમાં લાઈફ સર્વાઇવ કરી જવાની આગવી લાગણી છલકાઈ રહે છે. કોરોના સર્વાઈવર તરીકે તેઓની જ્યારે ઓળખ અપાય છે ત્યારે તેમના અનુભવના ભાથાંમાં એવું કંઇક છે જેને જાણવાથી જ્ઞાનમાં અને સંવેદનામાં વધારો થઈ જાય છે. કોરોના સર્વાઈવર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ETVBharat દ્વારા લેવાયેલી આ મુલાકાતમાં તે અનુભવાઇ રહ્યું છે.