ETV Bharat / city

અમદાવાદમાં ભાજપનાં નેતાઓએ 'દિવ્યકાશી ભવ્યકાશી' કાર્યક્રમ લાઇવ નિહાળી ધન્યતા અનુભવી હતી

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના જીણોદ્વાર(PM Modi inaugurates Kashi Vishwanath Corridor) પ્રસંગે 'દિવ્યકાશી ભવ્યકાશી' કાર્યક્રમ('Divyakashi Bhavyakashi' program) યોજ્યો હતો. જેમાં ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્ય પ્રધાનો અને દેશના અગ્રણી સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદમાં ભાજપનાં નેતાઓએ 'દિવ્યકાશી ભવ્યકાશી' કાર્યક્રમ લાઇવ નિહાળી ધન્યતા અનુભવી હતી
અમદાવાદમાં ભાજપનાં નેતાઓએ 'દિવ્યકાશી ભવ્યકાશી' કાર્યક્રમ લાઇવ નિહાળી ધન્યતા અનુભવી હતી
author img

By

Published : Dec 13, 2021, 6:07 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં નવનિર્મિત કાશી વિશ્વનાથ મંદિરનું લોકાર્પણ કર્યું
  • અમદાવાદમાં ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ લાઈવ કાર્યક્રમ નિહાળ્યો
  • વડાપ્રધાને દેશની જનભાવના પૂર્ણ કરી : મહેશ કસવાલા

અમદાવાદ : ભાજપ દ્વારા ગુજરાતના 18,000થી વધુ ગામડાઓ, દરેક તાલુકાઓ અને જિલ્લા સંગઠનોના મુખ્ય મથકો તથા દરેક શહેરોમા 'દિવ્યકાશી ભવ્યકાશી' કાર્યક્રમ('Divyakashi Bhavyakashi' program) ભાજપના કાર્યકરો અને આગેવાનો જોવે તેવું આયોજન કરાયું હતું. શહેરમાં બોડકદેવ ખાતે પણ ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ વારાણસીથી લાઈવ('Divyakashi Bhavyakashi' program live) કાર્યક્રમ નિહાળ્યો હતો.

અમદાવાદમાં ભાજપનાં નેતાઓએ 'દિવ્યકાશી ભવ્યકાશી' કાર્યક્રમ લાઇવ નિહાળી ધન્યતા અનુભવી હતી

કાર્યક્રમમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ રહ્યાં ઉપસ્થિત

અમદાવાદ શહેરમાં બોડકદેવમાં આવેલ પરમેશ્વર મહાદેવ ખાતે બિગ સ્ક્રીન પર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું. જેમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલ, ભાજપ સંગઠન મહાપ્રધાન પ્રદીપ વાઘેલા, સંગઠન પ્રધાન મહેશ કસવાલા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીગ કમિટીના ચેરમન હિતેશ બારોટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાને દેશની જનભાવના પૂર્ણ કરી : મહેશ કસવાલા

આ પ્રસંગે ભાજપના સંગઠન પ્રધાન મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને દેશની જન ભાવના પૂર્ણ કરી છે અને દેશની સાંસ્કૃતિક ધરોહરને ભવ્ય બનાવી છે. મહાત્મા ગાંધીનુ સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. વડાપ્રધાને જનતાને ઈશ્વર માનીને તેમની પાસેથી ત્રણ સંકલ્પ માંગ્યા છે, જેમાં સ્વચ્છતા, સર્જનતા અને આત્મનિર્ભરતાનો સમાવેશ થાય છે. આવા કાર્યોથી દિવ્ય ભારતની સંકલ્પના પૂર્ણ થશે.

આ પણ વાંચો : Kashi Vishwanath Corridor: કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન, PM મોદીએ કહ્યું- કાશી અવિનાશી છે

આ પણ વાંચો : PM presents agate bowl: વડાપ્રધાને રશિયાના રાષ્ટ્રપતિને અકીકનો બાઉલ ભેટમાં આપ્યો, જાણો અકીક વિશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.