- અમદાવાદ શહેરમાં 22.75 ઇંચ વરસાદ
- ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે 16 ઈંચ ઓછો વરસાદ
- દક્ષીણ ઝોનમાં સૌથી વધુ વરસાદ
અમદાવાદ: ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની હજુ પણ આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં ત્રણ દિવસ જૂનાગઢ, રાજકોટ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને કારણે એક નેશનલ, 20 સ્ટેટ હાઈવે સહિત 214 રસ્તા બંધ, એસટી બસોના 55 રૂટ બંધ કરાયા, 121 ટ્રિપ રદ કરાઈ છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર,ગિર-સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ થશે એવી આગાહી છે. 17 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુઘી ઉત્તર ગુજરાત તથા મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 16 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે.
અમદાવાદ શહેરમાં વરસાદના આંકડા
ઝોન | વર્ષ 2020 | વર્ષ 2021 |
મધ્ય ઝોન | 974.55 mm | 615.77 mm |
પશ્રિમ ઝોન | 965,00 mm | 510,05mm |
પૂર્વ ઝોન | 995.17mm | 610.55 mm |
દક્ષિણ ઝોન | 957.05mm | 651.25mm |
ઉત્તર ઝોન | 922.00mm | 590.72mm |
દક્ષિણ પશ્રિમ ઝોન | 1158.50mm | 526.90mm |
ઉત્તર પશ્રિમ ઝોન | 855.50mm | 537.68mm |
અમદાવાદ સિટીમાં | 38.41 ઇંચ | 22.75 ઇંચ |
અમદાવાદ શહેરમાં વરસાદની 57 ટકાથી વધુ ઘટ
ગતવર્ષની સરખામણીએ અમદાવાદ શહેરમાં અડધાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. હાલ અમદાવાદ શહેરમાં વરસાદની 57 ટકાથી વધુ ઘટ છે. આ માહિતી અમદાવાદમાં 15 સપ્ટેમ્બર સુધી બપોરે 2 વાગ્યા સુધી નોંધાયેલા આંકડામાં ઓછો વરસાદ પડ્યો હોવાનું ખુલ્યું છે.