ETV Bharat / city

Ahmedabad Foundation Day : ભારતના સૌથી મોટા સાતમાં શહેર અમદાવાદનો 612મો જન્મદિવસ, જાણો હેરિટેજ સિટી વિશે ખાસ વાતો - વિવિધતામાં એકતા અમદાવાદ

આજે અમદાવાદનો 612મો જન્મદિવસ (Ahmedabad Foundation Day) છે. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ગુજરાતના આ સૌથી મોટા શહેરને મળેલો છે. અમદાવાદના ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા વિશે ઇતિહાસકાર રિઝવાન કાદરીએ Etv Bharat સાથે વાત કરી હતી.

Ahmedabad Foundation Day
Ahmedabad Foundation Day
author img

By

Published : Feb 26, 2022, 6:54 AM IST

અમદાવાદ: ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદની સ્થાપના (Ahmedabad Foundation Day) 612 વર્ષ પહેલાં બાદશાહ અહેમદ શાહે કરી હતી. સાબરમતી નદી (Sabarmati river ahmedabad)ના કિનારે વસેલા વર્લ્ડ હેરિટેજ સિટી (Heritage City of India)નો દરજ્જો ધરાવનારા અમદાવાદનો આજે 612મો જન્મદિવસ (birthday of ahmedabad) છે. અમદાવાદ ગુજરાતનું સાંસ્કૃતિક (Cultural city of Gujarat), આર્થિક રીતે સૌથી મહત્વનું શહેર છે અને ભારતનું સૌથી મોટું સાતમું શહેર (seventh largest city in India) છે. 11મી સદી આસપાસ અમદાવાદ આશાવલ અથવા આશાપલ્લી તરીકે ઓળખાતું હતું.

અમદાવાદનો આજે 612મો જન્મદિવસ છે.

સાહસ અને સહકાર એ અમદાવાદના DNAમાં

અમદાવાદ શહેરની સંસ્કૃતિ, બોલી અને ઇતિહાસ (History Of Ahmedabad) વિશે ઇતિહાસકાર રિઝવાન કાદરીએ Etv Bharat સાથે વાત કરતા જણાવ્યું કે, આ શહેરની પોતાની એક આગવી લાક્ષણિકતા છે. ઇતિહાસમાં ત્યાગ બલિદાન અને યશોગાથાની વાર્તા પણ અમદાવાદ શહેર સાથે જોડાયેલી છે. સ્વમાન, સાથ, સાહસ અને સહકાર એ અમદાવાદના DNAમાં છે. સહઅસ્તિત્વની ભાવના પણ અમદાવાદીઓમાં જોવા મળે છે.

આ પણ વાંચો: વિશ્વ હેરિટેજ દિવસઃ અમદાવાદના 12 દરવાજાઓ આજે પણ હેરિટેજનો ભાગ

કંઇક નવું કરતા જોવા મળે એટલે અમદાવાદીઓ

અમદાવાદના કલ્ચરની જો વાત કરીએ તો આખા ભારત દેશમાંથી વિવિધ લોકો આવીને અમદાવાદમાં વસે (diversity of ahmedabad) છે અને પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે. વિવિધતામાં એકતા (Unity in diversity ahmedabad) અને ભાતીગળ સંસ્કૃતિ અમદાવાદમાં જોવા મળે છે. સમયની સાથે-સાથે અમદાવાદ પણ વિકસતું ગયું અને તેમાં અનેક આધુનિકતાના નવા રંગો ઉમેરાતા ગયા. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક મહાન લોકોની કર્મ ભૂમિ અમદાવાદ બની છે. ગાંધીજીનો સત્યાગ્રહ (gandhi's satyagraha movement)હોય કે પછી દાંડીકૂચ હોય સૌ કોઇનું સાક્ષી અમદાવાદ શહેર બન્યું છે.

આ પણ વાંચો: અમદાવાદના સ્થાપના દિવસની અનોખી ઉજવણી

અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત

આજે અમદાવાદે આખા વિશ્વમાં પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી (First World Heritage City)નો દરજ્જો પ્રાપ્ત કરીને વિશ્વમાં એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. અમદાવાદની પોળો પણ ખાસ સ્થાન ધરાવે છે. એટલું જ નહીં અમદાવાદના 3 દરવાજા, કોટ વિસ્તાર, ભદ્રનો કિલ્લો, નગરની દેવી આ બધા જ સ્થળો અમદાવાદને એક અલગ ઓળખ આપે છે. અમદાવાદની ખાણીપીણી હોય કે પછી હેરિટેજ હોય બધા માટે અમદાવાદ એક અલગ મિજાજ ધરાવતું શહેર છે. આવા અમદાવાદનો આજે 612મો જન્મદિવસ છે. Happy Birthday Ahmedabad.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.