- દિવાળી નજીક આવતા મીઠાઈની દુકાનોમાં દરોડા
- શહેરની અનેક મીઠાઈ શોપ પરથી નમૂના લેવાયા
- મીઠાઈ અને સામગ્રીના સેમ્પલ ફેલ જતાં કરાશે કાર્યવાહી
અમદાવાદઃ શહેરના તમામ સ્વીટ શોપ પર કોર્પોરેશન દ્વારા નમુનાઓ લેવામાં આવ્યાં છે. કોઈપણ મીઠાઈમાં ભેળસેળ ન થાય તે માટે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે દિવાળીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે આ અંગે જે કોઈ દુકાનોમાંથી ભેળસેળયુક્ત કોઈપણ સામગ્રી મળી આવશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તંત્ર દોડતું થયું છે.
શહેરના બીકાનેરવાલા, ગાંઠીયા રથ, રસરંજન સહિતના નામાંકિત અને નાની દુકાનો ધરાવતાં મીઠાઈની તમામ દુકાનોમાં તંત્ર દ્વારા સ્વચ્છતા અને શુદ્ધતાની ચકાસણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.