ETV Bharat / city

અમદાવાદ પાલનપુર હાઇવે પર બે ખાનગી બસ વચ્ચે અકસ્માત, 1નું મોત, 3 ઇજાગ્રસ્ત - 1નું મોત

અમદાવાદ-પાલનપુર હાઇવે પર મહેસાણાના કડી તાલુકાના નંદાસણ નજીક નેશનલ હાઇવે પર બેફામ રીતે વાહનો ચાલતા હોય છે. તેવામાં બે ખાનગી લકઝરી બસો વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 1નું મોત અને 3 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. આગળ ઉભેલી લકઝરી બસને પાછળ આવતી લકઝરી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

અમદાવાદ પાલનપુર હાઇવે પર બે ખાનગી બસ વચ્ચે અકસ્માત , 1નું મોત, 3 ઘાયલ

author img

By

Published : Nov 21, 2020, 11:57 AM IST

  • અમદાવાદ પાલનપુર હાઇવે પર અકસ્માત
  • બે ખાનગી બસ વચ્ચે અકસ્માત
  • ઘટનામાં એકનું મોત, 3 ઇજાગ્રસ્ત
  • લકઝરી બસને પાછળ આવતી લકઝરી બસે ટક્કર મારતા સર્જાયો અકસ્માત

અમદાવાદ: પાલનપુર હાઇવે પર મહેસાણાના કડી તાલુકાના નંદાસણ નજીક નેશનલ હાઇવે પર બેફામ રીતે વાહનો ચાલતા હોય છે. તેવામાં બે ખાનગી લકઝરી બસો વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 1નું મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આગળ ઉભેલી લકઝરી બસને પાછળ આવતી લકઝરી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતનો ઘટનાક્રમ

કડીના નંદાસણ નજીક આવેલી હોટલ સફારી સામે વહેલી સવારે ભાવનગરથી આવતી લકઝરી બસ નંદાસણ હાઇવે પર સાઈડમાં ઉભી હતી. તેવામાં પાછળથી આવતી રાજસ્થાન પાસિંગવાળી અન્ય લકઝરી બસના ચાલકે બેદરકારી પૂર્વક બસ ચલાવતા હાઇવે પર ઉભેલી લકઝરીના પાછળના ભાગે અકસ્માત સર્જ્યો હતો. ધડાકાભેર અથડાયેલી બે લકઝરી બસ અકસ્માતમાં લકઝરીમાં સવાર એકનું મોત થયું છે. જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે અકસ્માતની ઘટનાને પગલે નંદાસણ પોલીસે અકસ્માત સર્જનારા રાજસ્થાનની લકઝરી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.