ETV Bharat / city

Dhandhuka Murder Case: કિશન ભરવાડની હત્યા કેસમાં થયો ચોકાવનારો ખુલાસો, પાકિસ્તાની કનેક્શન હોવાનું આવ્યું સામે

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં (Kishan Bharwad Murder Case) આજે મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ આ કેસમાં પાકિસ્તાની કનેક્શન (Pakistani connection in Dhandhuka Murder Case) હોવાનું સામે આવ્યું છે.

Dhandhuka Murder Case
Dhandhuka Murder Case
author img

By

Published : Jan 29, 2022, 1:33 PM IST

Updated : Jan 29, 2022, 6:40 PM IST

અમદાવાદ: જિલ્લાના ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો (New revelations in Dhandhuka Murder Case) થયો છે. જેમાં કિશન ભરવાડની હત્યા ધંધુકામાં રહેતા બે વિધર્મી યુવકો દ્વારા કરવામાં આવી હતી અને જમાલપુરમાં રહેતા એક મૌલવીએ યુવકોને એક રિવોલ્વર અને પાંચ કારતૂસ આપ્યા હતા. જેની મદદથી કિશનની હત્યા કરવામાં આવી હતી.

Dhandhuka Murder Case: કિશન ભરવાડની હત્યા કેસમાં થયો ચોકાવનારો ખુલાસો, પાકિસ્તાની કનેક્શન હોવાનું આવ્યું સામે

પાકિસ્તાના 3થી 4 સંગઠનના નામ સામે આવ્યા

આ કેસમાં હવે વધુ નવા ખુલાસા સામે આવ્યા છે, જેમાં પાકિસ્તાન કનેક્શન (Pakistani connection In the Dhandhuka Murder Case) સામે આવી રહ્યું છે. ગ્રામ્ય પોલીસની 7 ટીમ તપાસમા જોડાઈ છે. ત્યારે બીજી તરફ મુંબઇ અને દિલ્હીના શોધખોળમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ગુજરાત ATS લાગી છે. ત્યારે ઈસ્લામિક સંગઠન સાથે મળી યુવાનોને ભડકાવતા હોવાનુ સામે આવ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાના 3થી 4 સંગઠનના નામ સામે આવ્યા છે. જે યુવાનોને ભડકાઉ ભાષણ આપી ઉશ્કેરતા હોવાનો ખુલાસો થયો છે.

ક્રાઇમ બ્રાન્ચની અને ATSની ટિમો દિલ્હી અને મુંબઇ રવાના થઈ

તહેરીક એ નમુને રિસાલત નામનું સંગઠન હત્યા માટે જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ સંગઠન પેહલા તહેરીક એ ફરૌખ ઇસ્લામ નામથી ઓળખાતું હતું. તે પાકિસ્તાનની પોલિટિકલ પાર્ટી તહરિક લબ્બેક (Tahreek Labbaik Pakistan) સાથે સંબંધ ધરાવે છે. હવે માત્ર આ દેશ વિરૂદ્ધની પ્રવૃતિઓ સાથે કામ કરી રહ્યા છે. હવે ક્રાઇમ બ્રાન્ચની અને ATSની ટિમો દિલ્હી અને મુંબઇ રવાના થઈ છે.

આ પણ વાંચો: ગુજરાત મિરઝાપુર તરફ...! ગોળીઓના અવાજથી ગુંજી ઉઠ્યું મટોડા

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ધધુંકા પહોંચ્યા

દિલ્હીના એક મૌલવી દ્વારા અમદાવાદ જમાલપુરના મૌલવીનો સંપર્ક થયો હતો. હત્યા કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે બન્ને યુવકો અને મૌલવીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ધધુંકા પહોંચ્યા હતા અને મૃતકના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી. તેમજ હત્યા કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને આકરી સજા આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ફેસબૂક પોસ્ટને લઈને કરાયેલી હત્યામાં બે સાથે મુખ્ય આરોપીની પણ કરાઈ ધરપકડ

શબ્બીર અવારનવાર મૌલાના મહંમદને મળતો

હવે ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ કેસમાં જોડાઈ છે. ત્યારે શબ્બીર કટ્ટરવાદી હોવાનો લાભ લઇને મૌલવીએ તેને ઉશ્કેર્યો હતો કે ઇસ્લામ અંગે કોઇ ગુસ્તાખી કરે તો તેને સજા આપવી અને શબ્બીરનો સંપર્ક તેણે જમાલપુર અમદાવાદમાં રહેતા મૌલવી મૌલાના મહંમદ અયુબ યુસુફ જાવરાવાલા સાથે કરાવ્યો હતો. બાદમાં શબ્બીર અવારનવાર મૌલાના મહંમદને મળતો હતો. જેમાં મૌલાના તેને સતત કટ્ટરવાદી બનવા માટે ઉશ્કેરતો હતો. એટલુ જ નહી તેને ઉશ્કેરણીજનક વીડિયો પણ મોકલતો હતો. પાકિસ્તાની મૌલાના ખાલિદ રિઝવીના ભાષણ સાંભળ્યા બાદ આરોપી શબ્બીર કટ્ટરપંથી બન્યો હતો.

Last Updated : Jan 29, 2022, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.