ETV Bharat / city

મીની લોકડાઉનમાં નાના વેપારી મંડળને મોટો ફટકો, સરકાર પાસે રાહતની આશા - Corona Epidemic

કોરોનાની મહામારીમાં રાજય સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉનને બદલે મીની લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા દોઢ મહિનાથી મીની લોકાડાઉનને લઈ નાના વેપારી મંડળો સરકાર પાસે રાહતની આશા લઇને બેઠા છે. જોકે, રાજ્યમાં હાલ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.

મીની લોકડાઉનમાં નાના વેપારી મંડળને મોટો ફટકો

author img

By

Published : May 17, 2021, 7:10 PM IST

  • કોરોનાના કેસ ઘટતા મીની લોકડાઉનમાં રાહત આપવાની માગ
  • GCCI સહિત વિવિધ એસોસિએશન અને વેપારી મંડળોએ સરકાર પાસે રાહતની કરી છે માગ
  • મીની લોકડાઉનની મુદ્દત પૂર્ણ થયા બાદ આગામી નિર્ણય પર વેપારીઓની નજર

અમદાવાદઃ કોરોનાના કેસમાં વધારો થયા બાદ કોરોના પર કાબૂ મેળવવા માટે સરકાર દ્વારા મીની લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા મીની લોકડાઉનની મુદ્દત સતત વધારવામાં આવી છે. આ મુદ્દત હવે 18 મેના રોજ પૂર્ણ થઇ રહી છે. છેલ્લા દોઢેક મહિનાથી દુકાનો બંધ કરીને બેઠા નાના વેપારીઓ દ્વારા સરકારને અવાર-નવાર રજૂઆત કરવામાં આવી છે કે, હવેથી મીની લોકડાઉનમાં નાના વેપારીઓને પણ રાહત આપવામાં આવે છે.

"લોકડાઉનમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, તેથી ડૉક્ટર્સ અને તમામ મેડિકલ સ્ટાફનો આભાર. 19 મેથી તમામ રિટેલ વેપારીઓને કોરોના ગાઈડલાઈનના નિયમો સાથે ઓફિસો ખોલવાની મંજૂરી આપવી જોઇએ, કારણ કે, ઘણા બધા એવા કામ છે કે જેમાં સરકારે પોતાના કામ શરૂ રાખ્યા છે અને વેપારીઓની દુકાનો બંધ છે. લોકડાઉન દરમિયાન આવકવેરા વિભાગની નોટિસો, સર્વિસ ટેક્સની નોટિસ મળી છે. પરંતુ શો રૂમ બંધ હોવાના કારણે જવાબ પણ આપી શકતા નથી. જેના કારણે તારીખ પણ જતી રહે છે. ત્યારે હવે શો-રૂમ ખોલવાની મંજૂરી આપવી જોઇએ. GST અને મનપાના ટેક્સમાં રિબેટ યુઝના 10 ટકા આપવામાં આવે છે. તેમાં 25 ટકા જેટલી રાહત આપવી જોઇએ. દુકાનો બંધ છે અને ટેક્સ તો ભરવાના જ છે. તો કઈ રીતે વેપારીઓ ટેક્સ ભરી શકશે. બેંકમાં પણ વ્યાજ શરૂ છે. વેપારી પાસે ધંધો જ નથી. તો ચુકવણી કઇ રીતે કરી શકશે. લાઇટબીલમાં પણ કોઇજાતની રાહત આપવામાં આવી નથી. લોકડાઉનમાં સરકારે હવે સવારે 8 થી 3 જેવા સરેરાશ સમયમાં દુકાનો અને શો-રૂમ ખોલવાની પરવાનગી આપવી જોઇએ."-જીગર સોની, પ્રમુખ, અમદાવાદ જવેલર્સ એસોસિએશન

જીગર સોની
જીગર સોની, પ્રમુખ, અમદાવાદ જવેલર્સ એસોસિએશન

"અન્ય રાજયની સરખામણીમાં ગુજરાતમાં કોરોનાના કેસ ઓછા થઇ રહ્યા છે. અસરદાર સરકાર અને સમજદાર સરકાર છે. સરકારને મહાજન અને GCCI તરફથી વિવિધ રીતે સુચનો કરવામાં આવ્યાં છે. હવે સરકાર દ્વારા પ્રજાના હિત માટે જે નિર્ણય લેવામાં આવશે. તેમનું મહાજન દ્વારા પાલન કરવામાં આવશે."- ગૌરાંગ ભગત, પ્રમુખ, મસ્કતી કાપડ મહાજન માર્કેટ

ગૌરાંગ ભગત
ગૌરાંગ ભગત, પ્રમુખ, મસ્કતી કાપડ મહાજન માર્કેટ

"કોરોનાના કેસમાં ઘટાડો આવતા રીટેલ દુકાનોને બંધ શટર સાથે રોજિંદી ઓફિસ કામગીરી માટે છુટ આપવામાં આવે. હોલસેલ વેપારીઓને અમુક સમય મર્યાદામાં દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવે, જેનાથી નાના વેપારીઓને સામાન મળતો થાય. કારણ કે, ઇન્ડસ્ટ્રીયલ કામકાજ 50 ટકાની મંજૂરી સાથે શરૂ છે. બંધ બજારમાં માલના વેચાણ માટેની દુકાનો બંધ છે. સાથે સાથે વિવિધ સ્પેરપાર્ટસ, સાધનોનું વેચાણ કરતી દુકાનોને પણ અમુક સમય મર્યાદામાં ખોલવાની પરવાનગી આપવામાં આવે. રેસ્ટોરન્ટમાં પણ હવે રાત્રે 11 વાગ્યા સુધી હોમ ડિલીવરી કરી શકાય તેમની પરવાનગી આપવી જોઇએ. તો લોકોને હાલ 8 વાગ્યા પછી શહેરમાં મોટી બસ મળતી નથી. ત્યારે મોટી ટ્રાવેલ્સને પણ 24 કલાક શહેરમાં પ્રવેશ કરી શકે તેવી પરવાનગી આપવી જોઇએ. ભારે વાહનો પણ માલસામાન લઇને શહેરમાં પ્રવેશ કરી શકતા નથી. જેથી કંપની અને ગોડાઉનમાં સામાન સમયસર પહોંચી શકતો નથી. લોકોને નજીકમાં જ સામાન મળતો થશે, તો દુર નહીં જાઇ. તેથી ભારે વાહનોને પણ સમયમર્યાદાના આધારે શહેરમાં પ્રવેશ કરવાની પરવાનગી આપવી જોઇએ.-નટુ પટેલ, પ્રમુખ, GCCI

નટુ પટેલ, પ્રમુખ, GCCI
નટુ પટેલ, પ્રમુખ, GCCI

"સરકારને પહેલા પણ રજૂઆત કરી હતી, કે હવે લોકડાઉનને ખોલવામાં આવે. હાઇકોર્ટે પણ કહ્યું કે, નાના વેપારીઓને મુશ્કેલી ન ભોગવવી પડે તેવા નિયમો લાગુ કરવા જોઇએ. ત્યારે હવે લોકડાઉનને ખોલવાની જરૂર છે. જીએસટી અને આવકવેરો ભરવાની તારીખ લંબાવી છે. પરંતુ આ તારીખ ઓગસ્ટ સુધી લંબાવવાની જરૂર છે. સૌથી મોટી મુશ્કેલી છે કે, ઇન્ડસ્ટ્રીઝ શરૂ રાખવામાં આવી છે અને દુકાનો બંધ રાખવામાં આવી છે. હાલમાં 31 માર્ચ પહેલા કંપનીઓએ માલ વેપારીઓને આપી દીધો અને બાદમાં દુકાનો બંધ થતા માલ વેચાણો નથી. ઇલેક્ટ્રોનીક્સ વસ્તુઓમાં ગત વર્ષ કરતા માર્કેટ 70 ટકા ડાઉન થયું છે. મોબાઇલ ડિલર એસોસિએશન તરફથી પણ રજૂઆત કરવામાં આવી છે કે, મોબાઇલ હાલમાં જીવન જરૂરી વસ્તુઓમાંથી એક છે. દુકાનો બંધ હોવાથી લોકોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે."- પ્રમોદ ભગત, પ્રમુખ, કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ

પ્રમોદ ભગત, પ્રમુખ, કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.