અમદાવાદ : કોરોના મહામારી વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટમાં ફિઝિકલ સુનાવણી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ત્રણ પ્રિન્સિપલ જજની કમિટીને આ મુદ્દે આગામી બે દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.
પ્રિન્સિપલ જજ દ્વારા રિપોર્ટ રજૂ કરાયા બાદ સપ્તાહ સુધીમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવી શકે છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ પ્રમાણે મંગળવારથી 22 બેન્ચ કેસની વિડીયો કોન્ફરન્સિગથી સુનાવણી કરશે અને સીઆરપીસીની કલમ 451 ધરાવતા કેસને પણ અરજન્ટ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે.
ગત સપ્તાહ દરમિયાન હાઈકોર્ટની 11-12 બેન્ચ દ્વારા વર્ચુયલ સુનાવણી કરવામાં આવી હતી. જો કે હવે મંગળવારે 22 બેન્ચ સુનાવણી માટે બેસશે. ધીરે ધીરે હાઈકોર્ટ હવે તેની પુરી ક્ષમતા સાથે સુનાવણી કરશે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બાર. એસોશિએશનના પ્રમુખ યતિન ઓઝા દ્વારા કોર્ટમાં ફિઝિકલ સુનાવણી માટેની માંગ સાથે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત જસ્ટિસ વિકર્મનાથને લખ્યો હતો.