અમદાવાદ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Stock Market India) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 104.25 પોઈન્ટ (0.18 ટકા)ના વધારા સાથે 59,307.15ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 12.35 પોઈન્ટ (0.07 ટકા)ના સામાન્ય ઉછાળા સાથે 17,576.30ના સ્તર પર બંધ થયો છે. જોકે, છેલ્લા દિવસે સેન્સેક્સ 60,000ને પાર પહોંચવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે, સપ્તાહ દરમિયાન શેરબજાર તેજી સાથે બંધ થતા રોકાણકારોની દિવાળી સુધરી ગઈ છે.
નિષ્ણાતના મતે ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના (Tradebulls Securities) ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્થાનિક માગ અને સારી કોર્પોરેટ અર્નિંગના કારણે ભારતીય બજાર વૈશ્વિક સાથીદારોને પાછળ છોડી દેશે તેવી અપેક્ષા છે. આવતા વર્ષ માટે આપણા બજાર માટે કેટલીક સકારાત્મક બાબતોમાં સારું ચોમાસું, હેલ્ધી GST કલેક્શન અને એશિયામાં સૌથી વધુ GDP ગ્રોથ છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ એક્સિસ બેન્ક (Axis Bank) 9.28 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 2.21 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) 2.17 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 2.11 ટકા, એચયુએલ (HUL) 1.78 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -3.23 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -2.59 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -2.32 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -2.24 ટકા, યુપીએલ (UPL) -1.90 ટકા.