અમદાવાદ સપ્તાહનો બીજો દિવસ એટલે કે મંગળવાર ભારતીય શેરબજાર (Stock Market India) માટે ખરેખર મંગળ સાબિત થયો છે. કારણ કે, એક દિવસના કડાકા પછી ભારતીય શેરબજાર આજે સારી (stock market india news today) તેજી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (bombay stock exchange news ) 1,564.45 પોઈન્ટ (2.70 ટકા)ના ઉછાળા સાથે 59,537.07ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (national stock exchange news) 446.40 પોઈન્ટ (2.58 ટકા)ની તેજી સાથે 17,759.30ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો નિવૃત્તિ પછીનું જીવન આરામદાયક વિતાવવા માગતા હોવ તો કરો આ કામ
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 5.34 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 4.82 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 4.51 ટકા, તાતા મોટર્સ (Tata Motors) 3.93 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 3.89 ટકા.
આ પણ વાંચો ONGCએ ફરીથી KG ગેસ માટે બિડ આમંત્રિત કર્યા
સૌથી વધુ ગગડેલા શેર્સ આજે એક પણ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો નથી.