ETV Bharat / business

Stock Market Closing Bell : સતત છઠ્ઠા દિવસે શેરમાર્કેટમાં કડાકો, BSE Sensex 523 પોઈન્ટ તૂટ્યો

અઠવાડિયાની શરુઆતથી શેરમાર્કેટમાં મંદીનો માહોલ છે. ત્યારે આજે સપ્તાહના સતત બીજા દિવસે શેરમાર્કેટના બંને મુખ્ય ઈન્ડેક્સ સપાટ ખુલ્યા બાદ ભારે ઘટાડા સાથે બંધ થયા હતા. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex અને NSE Nifty અનુક્રમે લગભગ 523 અને 159 પોઈન્ટ તૂટ્યા હતા.

Stock Market Closing Bell
Stock Market Closing Bell
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2023, 4:54 PM IST

મુંબઈ : આજે ફરી એકવાર ભારતીય શેરબજારમાં મોટું ગાબડું પડ્યું છે. સવારે સપાટ શરુઆત બાદ મંદીના વલણને જાળવી રાખી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex લગભગ 523 પોઈન્ટ તૂટીને બંધ થયો હતો. જ્યારે NSE Nifty પણ 159 પોઈન્ટ ઘટીને 19,122 ના મથાળે બંધ રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગત અઠવાડિયાના અંતમાં બજારનો કપરો સમય શરૂ થયા બાદ સતત રોકાણકારોનું ધોવાણ થયું હતું.

BSE Sensex : આજે 25 ઓક્ટોબર બુધવારના રોજ BSE Sensex ગતરોજના 64,049 બંધની સામે 64,619 ના મથાળે લગભગ 48 પોઈન્ટ ડાઉન ખુલ્યો હતો. આજે શરુઆતમાં નબળી શરુઆત બાદ ટ્રેંડિગ સેશનના અંતે BSE Sensex 522.82 પોઈન્ટ (0.81 %) ઘટીને 64,049 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે શરુઆતમાં હળવો વધારો નોંધાવી BSE Sensex 64,787 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ અચાનક વેચવાલીના પગલે લગભગ 875 પોઈન્ટની ડૂબકી મારીને 63,912 ના મથાળે ડાઉન ગયો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 159 પોઈન્ટ (0.83 %) ઘટીને 19,122 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 19,286 ના મથાળે સપાટ ખુલ્યો હતો. શરુઆતમાં મજબૂત વલણ સાથે 19,347 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. જોકે ત્યારબાદ સતત વેચવાલીના પગલે NSE Nifty 273 પોઈન્ડ તૂટીને 19,074 સુધી ડાઉન ગયો હતો. આ પહેલા NSE Nifty ઈનડેક્સ 19,281 પર બંધ થયો હતો.

ટોપ ગેઈનર શેર : BSE સેન્સેક્સમાં સૌથી વધુ ઊંચકાયેલા ટોપ ગેઈનર શેરમાં ટાટા સ્ટીલ (1.13 %), SBI (0.60 %), એમ એન્ડ એમ (0.48 %), મારુતિ સુઝુકી (0.44 %) અને નેસ્લેનો (0.15 %) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : સૌથી વધુ ગગડેલા ટોપ લુઝર શેરમાં ઇન્ફોસીસ (-2.76 %), ભારતી એરટેલ (-1.90 %), એનટીપીસી (-1.82 %), ઇન્ડસઇન્ડ બેંક (-1.78 %) અને ICICI બેંકનો (-1.47 %) સમાવેશ થાય છે.

નેગેટિવ ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 593 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1506 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં રિલાયન્સ, ભારતી એરટેલ, ટાટા મોટર્સ અને HDFC બેંકના સ્ટોક રહ્યા હતા.

  1. Share Market Closing Bell : સપ્તાહના છેલ્લા દિવસે શેરમાર્કેટ ફરી તૂટ્યું, BSE Sensex 231 પોઈન્ટનો કડાકો
  2. Bearish Stock market : BSE Sensex ઈન્ડેક્સમાં 825 પોઈન્ટનો કડાકો, 4 દિવસમાં રોકાણકારોના રુ. 12 લાખ કરોડ ડૂબ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.