મુંબઈ : કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. BSE Sensex 87 પોઈન્ટના સુધારા સાથે 72,113 પર ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 37 પોઈન્ટના વધારા સાથે 21,747 પર ખુલ્યો હતો. આજે બજારમાં સૌથી વધુ ખરીદી ઓટો, રિયલ્ટી, મેટલ અને મીડિયા સેક્ટરમાં નોંધાઈ રહી છે.
બુધવારનું બજાર : ચાલુ ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસ 8 જાન્યુઆરી બુધવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક ગ્રીન ઝોનમાં સપાટ ખુલ્યા હતા. BSE Sensex ગત 72,026 બંધ સામે 87 પોઈન્ટના સુધારા સાથે 72,113 ના મથાળે સપાટ ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 21,710 ની સામે આજે 21,747 ના મથાળે 37 પોઈન્ટ અપ ખુલ્યો હતો.
બજારના મહત્વપૂર્ણ ટ્રિગર : ગત શુક્રવારના રોજ DOW 25 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 13 પોઈન્ટ સુધારા સાથે બંધ રહ્યો હતો. ઉપરના સ્તરેથી ક્રૂડનું દબાણ રહ્યું હતું તથા બ્રેન્ટ 78 ડોલરની નજીક રહ્યો હતો. બજાજ ઓટો અને ચંબલ ફર્ટના બાયબેક પર બોર્ડ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. NSO અનુસાર FY 24 માં GDP 7.3 ટકાની વૃદ્ધિ રહેવાનો અંદાજ છે.
ગ્લોબલ કોમોડિટી માર્કેટ : ડોલર ઇન્ડેક્સ 102 ની ઉપર રહ્યો છે. 4 અઠવાડિયામાં ડોલરમાં પ્રથમ સાપ્તાહિક વધારો નોંધાયો છે. બુલિયન, બેઝ મેટલ્સ માટે નવા વર્ષનું પ્રથમ સપ્તાહ સુસ્ત રહ્યું છે. મિડલ ઈસ્ટના તણાવને કારણે શુક્રવારના રોજ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો હતો. મેર્સ્ક સહિતની ઘણી શિપિંગ કંપનીઓએ ફરીથી લાલ સમુદ્રની જગ્યાએ રૂટ બદલ્યો છે. નેચરલ ગેસમાં 15% નો સાપ્તાહિક વધારો અને 6 અઠવાડિયાના ઊંચા સ્તરે છે. સોનું 4 અઠવાડિયામાં પ્રથમ સાપ્તાહિક ઘટાડા સાથે 1% ઘટ્યું છે. જ્યારે કોપર 3 અઠવાડિયાના નીચા સ્તરે તથા ઝિંક અને એલ્યુમિનિયમમાં સાપ્તાહિક 3 થી 4% નો ઘટાડો નોંધાયો છે.