ETV Bharat / business

Diesel Sales Decreased: સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં ડીઝલનું વેચાણ ઘટ્યું, પેટ્રોલની માંગ વધી - ડીઝલના વેચાણમાં ઘટાડો

દેશમાં ડીઝલના વેચાણમાં આ મહિનાના પ્રથમ પખવાડિયામાં ઘટાડો થયો હતો. જ્યારે પેટ્રોલની માંગમાં નજીવો વધારો થયો હતો. પેટ્રોલિયમ કંપનીઓના ડેટા પરથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. તો ચાલો, અહીં આંકડાકીય માહિતી પર એક નજર કરીએ.

સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં ડીઝલનું વેચાણ ઘટ્યું, પેટ્રોલની માંગ વધી

author img

By PTI

Published : Sep 18, 2023, 10:41 AM IST

નવી દિલ્હી: ભારતમાં ડીઝલના વેચાણમાં સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં ઘટાડો થયો છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદને કારણે માંગ અને ઔદ્યોગિક ગતિવિધિઓ ધીમી પડી જવાને કારણે આ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઈંધણની માંગ સતત બીજા મહિને ઘટી છે. આ માહિતી જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનિઓના ડેટા પરથી મેળવવામાં આવી છે.

ડીઝલનું વેચાણ ઘટ્યું: સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં ત્રણ જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓના ડીઝલના વેચાણમાં વાર્ષિક ધોરણે ઘટાડો થયો હતો. જ્યારે પેટ્રોલની માંગમાં થોડો વધારો થયો હતો. દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ડીઝલનો વપરાશ વાર્ષિક ધોરણે 1 થી 15 સપ્ટેમ્બરની વચ્ચે 5.8 ટકા ઘટીને 27.2 લાખ ટન થયો છે. ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં પણ વપરાશમાં સમાન પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં ડીઝલનું વેચાણ: ડીઝલના વેચાણમાં માસિક આધાર પર 0.9 ટકાનો વધારો થયો છે. ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં ડીઝલનું વેચાણ 27 લાખ ટન હતું. ડીઝલનું વેચાણ સામાન્ય રીતે ચોમાસાના મહિનામાં ઘટે છે. કારણે કે, કૃષિ ક્ષેત્રની માંગમાં ઘટાડો થાય છે. આ બળતણનો ઉપયોગ સિંચાઈ, કાંપણી અને પરિવહન માટે થાય છે. આ ઉપરાંત વરસાદને કારણે વાહનોની અવરજવર પણ ઘટી જાય છે.

ડીઝલની માંગમાં ઉછાળો: ડીઝલના વપરાશમાં એપ્રિલમાં 6.7 ટકા અને મે મહિનામાં 9.3 ટકાનો વધારો થયો છે. તેનું કારણ એ છે કે, તે સમયે ખેતી માટે ડીઝલની માંગમાં ઉછાળો આવ્યો હતો. આ ઉપરાંત ગરમીથી બચવા વાહનોમાં એર કંડિશનરનો ઉપયોગ વધ્યો હતો. જોકે, ચોમાસાના આગમન બાદ જૂનના બીજા પખવાડિયાથી ડીઝલની માંગમાં ઘટાડો થવા લાગ્યો હતો. જુલાઈના પ્રથમ પખવાડિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ તે મહિનાના બીજા પખવાડિયામાં વધારો થયો હતો.

ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં ઘટાડો નોંધાયો: સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં પેટ્રોલની માંગ પણ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 1.2 ટકા વધીને 13 લાખ ટન થઈ છે. ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં 8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જુલાઈના પ્રથમ પખવાડિયામાં પેટ્રોલના વપરાશમાં 10.5 ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ બીજા પખવાડિયામાં વેચાણમાં સુધારો થયો હતો. ડેટા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં માસિક ધોરણે પેટ્રોલનું વેચાણ 8.8 ટકા વધ્યું હતું.

સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં પેટ્રોલનો વપરાશ: સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં પેટ્રોલનો વપરાશ કોવિડ રોગચાળાથી અસરગ્રસ્ત સમયગાળા એટલે કે, સપ્ટેમ્બર 1-15, 2021ની તુલનામાં 29.2 ટકા વધુ હતો. તે પ્રી પેન્ડેમિક સમયગાળા એટલે કે, સપ્ટેમ્બર 2019ની સરખામણીમાં 20.8 ટકા વધુ છે. ડીઝલનો વપરાશ સપ્ટેમ્બર 1-15, 2021ની સરખામણીમાં 26 ટકા અને સપ્ટેમ્બર 1-15, 2019 કરતાં 36.4 ટકા વધુ હતો.

સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં એવિએશન ફ્યુઅલમાં વધારો: હવાઈ મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. આ કારણે સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં એવિએશન ફ્યુઅલ એટલે કે ATFની માંગ 6.8 ટકા વધીને 2,92,500 ટન થઈ ગઈ છે. સપ્ટેમ્બર 2021ના પહેલા પખવાડિયાની સરખામણીમાં તે 53.9 ટકા વધુ છે. જેટ ફ્યુઅલના વેચાણમાં માસિક ધોરણે 1.8 ટકાનો ઘટાડો થયો છે. 1 થી 15 ઓગસ્ટ 2023 દરમિયાન ATFનું વેચાણ 2,98,000 ટન હતું.

LPGનું વેચાણમાં વધારો: સમીક્ષા હેઠળના સયમગાળા દરમિયાન રાંધણ ગેસ અથવા LPGનું વેચાણ વાર્ષિક ધોરણે 10.2 ટકા વધીને 13.6 લાખ ટન સુધી પહોંચ્યુ છે. આ સપ્ટેમ્બર 2021ના પ્રથમ પખવાડિયાની તુલનામાં 15.5 ટકા વધુ છે. કોવિડ સપ્ટેમ્બર 2019 પહેલાના સમાન સમયગાળા કરતાં 35 ટકા વધુ છે. માસિક ધોરણે LPGની માંગમાં 12 ટકાનો વધારો થયો છે. ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં LPGનું વેચાણ 12.1 લાખ ટન હતું.

  1. Stock Market Closing Bell : NSE Nifty ઓલટાઈમ હાઈ, બંને મુખ્ય સૂચકાંક ગ્રીન ઝોનમાં ઉંચા મથાળે બંધ
  2. Deadline In September 30: આ મહત્વપૂર્ણ કાર્યોની અંતિમ તારીખ 30મી સ્પ્ટેમ્બર છે, જેના પર ધ્યાન આપો નહીંતર સમસ્યાઓ વધશે
  3. Economic and transport corridors : ઉભરતા આર્થિક અને પરિવહન કોરિડોર જેનો ભારત એક ભાગ છે, ચાલો જાણીએ તેના વિશે...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.