નવી દિલ્હી: અદાણી જૂથની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મંજૂરી મુજબ કરાઇકલ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (KPPL) ના સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી છે. APSEZએ શનિવારે આ અધિગ્રહણ પૂર્ણ થવાની માહિતી આપી હતી. કંપનીને અગાઉ KPPL ની કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) હેઠળ સફળ રિઝોલ્યુશન અરજદાર જાહેર કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ GST Collection: સ્ટેટ્સ GST કલેક્શન ચાલુ નાણાકીય વર્ષમાં 25 ટકા વધ્યું: SBI રિસર્ચ
APSEZ માં 14 બંદરો કાર્યરત: કરાઈકલ બંદર પુડુચેરીમાં એક સર્વ-હવામાન ડીપ સી બંદર છે. જેની માલવાહક ક્ષમતા 2.15 કરોડ ટન છે. APSEZ ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને હોલ ટાઈમ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “કરાઈકલ પોર્ટના અધિગ્રહણ સાથે, APSEZ હવે દેશમાં કુલ 14 પોર્ટનું સંચાલન કરી રહ્યું છે. ભવિષ્યમાં તેને અપગ્રેડ કરવા માટે 850 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
APSEZ પાસે 1 કરોડ શેર: અદાણી પોર્ટ્સે જણાવ્યું હતું કે, ટ્રિબ્યુનલનો નિર્ણય કોર્પોરેટ દેવાદાર અને તેના કર્મચારીઓ, સભ્યો, લેણદારો, ડિરેક્ટર્સ, ગેરેન્ટર્સ, રિઝોલ્યુશન પ્લાન સાથે સંકળાયેલા અરજદાર અને અન્ય હિસ્સેદારોને બંધનકર્તા રહેશે. રિઝોલ્યુશન પ્લાન મુજબ, કરાઈકલ પોર્ટે 31 માર્ચના રોજ APSEZને 10 પ્રત્યેકના 10 લાખ ઈક્વિટી શેર ફાળવ્યા, જે કુલ રૂ. 1 કરોડ થઈ ગયા.
આ પણ વાંચોઃ New Tax System: આજથી લાગુ થઈ રહી છે નવી ટેક્સ વ્યવસ્થા, બદલાઈ રહી છે અર્થવ્યવસ્થા
ઈક્વિટી શેરો રદ કરાયાઃ રિઝોલ્યુશન પ્લાનની મંજૂરી પહેલા કરાઈકલ પોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા ઈક્વિટી શેરો રદ કરવામાં આવ્યા છે. આ સાથે, કરાઈકલ પોર્ટ APSEZની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બની ગયું. APSEZ રિઝોલ્યુશન પ્લાન હેઠળ નાણાકીય લેણદારોને એડવાન્સ પેમેન્ટ માટે ખાતામાં રૂપિયા 1,485 કરોડ જમા કરશે.
આ પણ વાંચોઃ LPG Cylinder New Price: ગેસ સિલિન્ડરના ભાવને લઈને મોટી જાહેરાત