ETV Bharat / business

સ્ટેટ બેન્કે ટૂંકા ગાળાની લોન પર MCLR દરમાં 0.05- 0.10 ટકાનો ઘટાડો કર્યો

author img

By

Published : Jul 8, 2020, 4:11 PM IST

SBI દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં એમ કહેવામાં આવ્યું છે કે, MCLRમાં આ ઘટાડો ત્રણ મહિના માટે અપાયેલી લોનને લાગુ પડશે. તેનો હેતુ લોન અને માંગનમાં વધારો કરવાનો છે.

MCLR
MCLR

મુંબઈ: દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (એસબીઆઈ)એ બુધવારે કહ્યું કે, તેણે ટૂંકા ગાળાના દેવા(લોન) પર ફંડના સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દર (એમસીએલઆર)માં 0.05થી 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. આ કપાત 10 જુલાઈથી લાગુ થશે.

એસબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં એમ કહેવામાં આવ્યું છે કે, એમસીએલઆરમાં આ ઘટાડો ત્રણ મહિના માટે અપાયેલી લોનને લાગુ પડશે. તેનો હેતુ લોન અને માંગનમાં વધારો કરવાનો છે.

એમસીએલઆરમાં આ કપાત બાદ, ત્રણ મહિનાના સમયગાળા માટે લોન પર બેન્કનો વ્યાજ દર વાર્ષિક ઘટીને 6.65 ટકા થઇ જશે. આ દર બેન્કના બાહ્ય બેંચમાર્ક આધારિત વ્યાજ દર (EBLR)ની બરાબર થઇ ગઇ છે.

સ્ટેટ બેન્કના એમસીએલઆર રેટમાં આ સતત 14 મો ઘટાડો છે. આ કપાત બાદ પણ આ દર બજારમાં સૌથી નીચો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.