મુંબઇઃ દેશના સેવા ક્ષેત્રની ગતિવિધિઓ એપ્રિલમાં રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો છે. એક માસિક સર્વેક્ષણ અનુસાર દેશવ્યાપી લોકડાઉન દરમિયાન નાગરિકોની અવર-જવર પર કડક પ્રતિબંધ અને કારોબાર બંધ રહેવાથી અસર સેવા ક્ષેત્ર પર પણ પડી છે અને ક્ષેત્રની ગતિવિધિઓ લગભગ અટકી ગઇ છે.
IHS માર્કેટ ઇન્ડિયા સર્વિસેસ બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ એપ્રિલમાં 5.4 અંક પર રહ્યો હતો. આ માર્ચને 49.3 અંકની સામે ઐતિહાસિક નીચલા સ્તર પર છે. આ ડિસેમ્બર 2005માં સર્વેક્ષણની શરૂઆત બાદ પહેલીવાર સેવા ક્ષેત્રના સૌથી ખરાબ સમયના સંકેત છે.
પીએમઆઈની પ્રવૃત્તિઓનું 50 પોઇન્ટથી ઉપરનું વિસ્તરણ જ્યારે 50 પોઇન્ટથી નીચે રહેવું તેમાં ઘટાડો દર્શાવે છે. નિષ્ણાંતોના મતે દેશવ્યાપી લોકડાઉનને કારણે માંગમાં ઘટાડો થયો હતો. તેને કારણે, વ્યવસાય અને ઉત્પાદનમાં સ્થિરતા આવી હતી અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ઘટાડો નોંધાયો હતો.
આઇએચએસ માર્કેટ સાથે સંકળાયેલા અર્થશાસ્ત્રી જો હાસે જણાવ્યું હતું કે, પીએમઆઈનો મુખ્ય સંકેત, કમ્પોઝિટ પીએમઆઈ આઉટપુટ ઈન્ડેક્સ પણ 40 થી વધુ પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો છે. આ બતાવે છે કે, લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિ લગભગ અટકી ગઈ હતી.
સંયુક્ત પીએમઆઈ આઉટપુટ ઇન્ડેક્સ એપ્રિલમાં ઘટીને 7.2 પોઇન્ટ પર પહોંચ્યો હતો. જે માર્ચમાં 50.66 હતો. આ સર્વેક્ષણના ઇતિહાસમાં આર્થિક પ્રવૃત્તિમાં સૌથી મોટો ઘટાડો દર્શાવે છે.
સંયુક્ત પીએમઆઈ આઉટપુટ ઇન્ડેક્સ પીએમઆઈ-સર્વિસ અને પીએમઆઈ-મેન્યુફેક્ચરિંગને જોડીને તૈયાર કરવામાં આવે છે. જુના આંકડાની તુલનામાં એપ્રિલમાં વાર્ષિક ધોરણે દેશનો જીડીપી ગ્રોથ રેટ 15 ટકાનો ઘટાડો થયો છે.
એક સર્વેએ જણાવ્યું હતું કે, વેપારની જરૂરિયાત ઘટવાને કારણે કેટલીક સેવા કંપનીઓએ વર્ષના બીજા ત્રિમાસિક ગાળાથી ફરી છૂટછાટ શરૂ કરી છે. 25 માર્ચથી દેશમાં લોકડાઉન થઈ રહ્યું છે. તેનો સમયગાળો બે વાર વધારવામાં આવ્યો હતો અને હાલમાં તેનો ત્રીજો તબક્કો 17 મેના રોજ સમાપ્ત થશે. દેશમાં કોરોના વાઇરસ ચેપની સંખ્યા 49,000ને પાર થઇ છે. જ્યારે મોતનો આંકડો 1,694 પર પહોંચ્યો છે.