સોમવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, શાકભાજીઓમાં ભાવ વધારાના કારણે ડિસેમ્બરમાં કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો 7.35 ટકા પર પહોંચી ગયો છે.
રેટિંગ એજન્સી ક્રિસિલના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, " જોવા જઇએ તો ફુગાવામાં થયેલો વધારો કોઈ ચોક્કસ પરિબળને કારણે થયો છે. શું આરબીઆઈ(RBI) તેને તેને અવગણી ન શકે?
તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ઉંચો ફુગાવો અને ધીમી આર્થિક વૃદ્ધિ ખૂબજ ખતરારૂપ છે, ફુગાવા-આધારિત નરમાઈ' એવી સ્થિતિમાં છે, જ્યાં ફુગાવો ઉંચો છે, ત્યાં બેરોજગારી ટોચ પર છે અને તેની માંગ ઉભી કરવામાં આવી નથી.
રેટિંગ એજન્સી ઇક્રાએ જણાવ્યું હતું કે, તે અપેક્ષા રાખે છે કે જાન્યુઆરીમાં ફુગાવો ઝડપથી સુધરશે, પરંતુ આરબીઆઈની નાણાંકીય નીતિ સમિતિ આગામી કેટલીક દ્વિ-માસિક બેઠકોમાં નીતિ દરને સમાન રાખશે.