ETV Bharat / business

ટમેટા થયા લાલ, દિલ્હીમાં કિલો દીઠ ભાવ 70 રૂપિયા થયો - ટમેટાના ભાવ

ભાવની વાત કરીએ તો 3 જૂને આઝાદપુર મંડીમાં ટામેટાંનો મોડેલ રેટ 3 રૂપિયા પ્રતિ કિલો હતો જે વધીને 29 રૂપિયા કિલો થઈ ગયો છે, જે 10 ગણો વધારે છે. એક દિવસ પહેલા મંડીમાં ટામેટાંનો જથ્થાબંધ ભાવ વધીને 52 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો.

ટમેટા
ટમેટા
author img

By

Published : Jul 3, 2020, 8:28 PM IST

નવી દિલ્હી: વરસાદની ઋતુની શરૂઆત સાથે જ ટમેટા ફરી લાલ થઈ ગયા છે. શુક્રવારે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં ટામેટા 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા હતા. વરસાદની સિઝનમાં પાક નિષ્ફળ જવાને કારણે ટામેટાંની આવકમાં ઘટાડો થવાના કારણે ભાવ ઉંચે આવી ગયા છે. જો કે, આવતા સપ્તાહથી નવા પાકના આગમન બાદ ભાવ ઘટવાની ધારણા છે.

છેલ્લા એક મહિનામાં જથ્થાબંધ ભાવોમાં ટામેટાંના ભાવમાં 10 ગણો વધારો થયો છે. એક મહિના પહેલા, દિલ્હીની આઝાદપુર મંડીમાં, જ્યાં ટમેટાંનો ભાવ 1.25રુપિયા થી વધીને 4.75 રૂપિયા થઈ રહ્યો હતો, શુક્રવારે જથ્થાબંધ ભાવો 6 થી 44 રૂપિયા પ્રતિ કિલો હતા.

રેટની વાત કરીએ તો 3 જૂને આઝાદપુર મંડીમાં ટામેટાંનો મોડેલ રેટ 3 રૂપિયા પ્રતિ કિલો હતો જે વધીને 29 રૂપિયા કિલો થઈ ગયો છે, જે 10 ગણો વધારે છે. એક દિવસ પહેલા મંડીમાં ટામેટાંનો જથ્થાબંધ ભાવ વધીને 52 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો.

જથ્થાબંધ ભાવોમાં વધારાને લીધે ગુરુવારે દિલ્હી-એનસીઆરમાં ટામેટાંનો ભાવ કિલોદીઠ રૂપિયા 80 થયો હતો. ગ્રેટર નોઇડામાં છૂટક ટામેટાં કિલોદીઠ રૂપિયા 50.70 પર વેચાઇ રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.