ETV Bharat / business

આજે સતત 5મી વખત ઉંચાઈ સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ પહેલી વખત 56,000ને પાર પહોંચ્યો

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 203.91 પોઈન્ટ (0.37 ટકા)ના વધારા સાથે 55,996.18ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી (Nifty) 77.35 પોઈન્ટ (0.36 ટકા)ની મજબૂતી સાથે 16,674.75ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

author img

By

Published : Aug 18, 2021, 10:19 AM IST

આજે સતત 5મી વખત ઉંચાઈ સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ પહેલી વખત 56,000ને પાર પહોંચ્યો
આજે સતત 5મી વખત ઉંચાઈ સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ પહેલી વખત 56,000ને પાર પહોંચ્યો
  • સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત ઉછાળા સાથે થઈ
  • સેન્સેક્સ (Sensex) 203.91 પોઈન્ટ તો નિફ્ટી (Nifty) 77.35 પોઈન્ટની મજબૂતી સાથે શરૂ થયો
  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. સેન્સેક્સ પહેલી વખત 56,000ને પાર પહોંચ્યો છે. એટલે કે આજે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 203.91 પોઈન્ટ (0.37 ટકા)ના વધારા સાથે 55,996.18ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 77.35 પોઈન્ટ (0.36 ટકા)ની મજબૂતી સાથે 16,674.75ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- WhatsApp Payment: ભારતમાં શરૂ થઇ વોટ્સએપ-પે સર્વિસ, મેસેજ સાથે કરી શકાશે ચૂકવણી

આ શેર્સ પર સૌની નજર રહેશે

આજે ઉછાળા સાથે શેર બજારની શરૂઆત થતા રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે આજે દિવસભર એચડીએફસી બેન્ક (HDFC Bank), આઈએસજીઈસી (ISGEC), એશિયન પેઈન્ટ્સ (Asian Paints), દિલીપ બિલ્ડકોન (Dilip Buildcon), કાવેરી સિડ્સ (Kaveri Seeds), એચસીએલ ટેક (HCL Tech), બીડીએલ (BDL), કેડિલા હેલ્થ (Cadila Health) જેવા શેર્સ પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો- સોનાની ખરીદી કરનારા લોકો માટે સારા સમાચાર, સોનાની કિંમતમાં આજે ફરી સુસ્તી

ડાઉ ફ્યૂચર્સ (Dow Futures) પણ નીચલા સ્તરથી 60 પોઈન્ટ સુધર્યો

વૈશ્વિક બજારની વાત કરીએ તો, આજે એશિયાઈ બજારમાં (Asian Market) ઉછાળો જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 22 પોઈન્ટ ઉપર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.44 ટકાના સામાન્ય ઉછાળા સાથે જોવા મળી રહ્યું છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સ (Straits Times) 1.03 ટકાના વધારા સાથે વેપાર કરી રહ્યું છે. આ શાથે જ તાઈવાનનું બજાર 1.06 ટકાના ઘટાડા સાથે 16,484.98ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.11 ટકાના વધારા સાથે 25,775.47ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.33 ટકા તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.08 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તો ડાઉ ફ્યૂચર્સ (Dow Futures) પણ નીચલા સ્તરથી 60 પોઈન્ટ સુધર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.