- વૈશ્વિક બજારમાંથી મળતા સારા સંકેતની અસર શેર બજાર પર
- સેન્સેક્સમાં 318.52 પોઈન્ટ (0.65 ટકા)નો વધારો જોવા મળ્યો
- નિફ્ટીમાં 95.65 પોઈન્ટ (0.65 ટકા)નો વધારો જોવા મળ્યો
અમદાવાદઃ વૈશ્વિક બજારમાંથી સારા સંકેત મળવાના કારણે તેની અસર ભારતીય શેર બજાર પર પણ થઈ છે, જેના કારણે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતીય શેર બજારની શરૂઆત મજબૂત થઈ છે. સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 318.52 પોઈન્ટ (0.65 ટકા)ના વધારા સાથે 49,524.99ના સ્તર પર ચાલી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 95.65 પોઈન્ટ (0.65 ટકા)ની મજબૂતી સાથે 14,918.80ના સ્તર પર ચાલી રહ્યો છે.
આ પણ વાંચોઃ પેટીએમ 1 મે બાદ 21,000 ઓક્સિજન કોન્ટ્રેટર્સ દેશમાં ઉપલબ્ધ કરાવશે
આ શેર પર સૌની નજર ટકી રહેશે
ભારતીય શેર બજારમાં જોરદાર ઉથલપાથલ જોવા મળશે. જોકે, સોમવારે શેર બજારમાં MARUTI SUZUKI, વીમાના શેર્સ, HERO MOTOCORP, DR REDDYS અને Welspun India જેવી કંપનીના શેર્સ પર સૌની નજર ટકી રહેશે.
આ પણ વાંચોઃ RBIએ અમેરિકન એક્સપ્રેસ, ડાઈનર્સ ક્લબના નવા ગ્રાહકોને કાર્ડ આપવા પર પ્રતિબંધ લગાવ્યો
એશિયાઈ બજારમાં શાનદાર તેજી
સપ્તાહના પહેલા દિવસે વૈશ્વિક સંકેત સારા જોવા મળી રહ્યા છે. SGX NIFTY 140 પોઈન્ટ ઉછળીને 15,000ને પાર થયો છે. જ્યારે એશિયામાં પણ શાનદાર તેજી જોવા મળી રહી છે. જ્યારે અમેરિકામાં શુક્રવારે DOW 230 પોઈન્ટના ઉછાળા સાથે રેકોર્ડ સ્તર પર બંધ થયો હતો. જ્યારે S&P 500એ પણ ઈન્ટ્રાડેમાં નવો રેકોર્ડ બનાવ્યા હતો. જ્યારે સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.07 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ 245.87 પોઈન્ટના વધારા સાથે 29,603.69ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.04 ટકાના વધારા સાથે 17,291.44ના સ્તર પર જોવામળી રહ્યો છે.