ETV Bharat / business

Stock Market India: નવા વર્ષના પહેલા ટ્રેડિંગ સેશનમાં સ્ટોક માર્કેટની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 335 પોઈન્ટ ઉછળ્યો - World Stock Market

આજે (સોમવારે) સપ્તાહના પહેલા અને વર્ષ 2022ના પહેલા ટ્રેડિંગ સેશનમાં ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે સેન્સેક્સ (Sensex) 335.75 પોઈન્ટ (0.58 ટકા)ના વધારા સાથે 58,589.60ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 89.45 પોઈન્ટ (0.52 ટકા)ની મજબૂતી સાથે 17,443.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: નવા વર્ષના પહેલા ટ્રેડિંગ સેશનમાં સ્ટોક માર્કેટની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 335 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Jan 3, 2022, 10:00 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે આજે (સોમવારે) સપ્તાહના પહેલા અને વર્ષ 2022ના પહેલા ટ્રેડિંગ સેશનમાં ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 335.75 પોઈન્ટ (0.58 ટકા)ના વધારા સાથે 58,589.60ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 89.45 પોઈન્ટ (0.52 ટકા)ની મજબૂતી સાથે 17,443.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે. સાથે જ આજે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Tax Saving Schemes: કર બચત રોકાણ કરવા માટે નાણાકીય વર્ષના અંતની રાહ ન જુઓ

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં

આજે દિવસભર સ્ટવ ક્રાફ્ટ (Stove Kraft), નાટકો (Natco), લિખિતા ઈન્ફ્રા (Likhita Infra), કોલ ઈન્ડિયા (Coal India), એનટીપીસી (NTPC), એચજી ઈન્ફ્રા (HG Infra), આરબીએલ બેન્ક (RBL Bank) જેવા સ્ટોક્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચોઃ Investment in Year 2022: વર્ષ 2022માં સમજદારીપૂર્વક રોકાણ કરીને આ રીતે મેળવી શકો છો સમૃદ્ધ ડિવિડન્ડ, જાણો

એશિયન માર્કેટમાં મિશ્ર વેપાર

આજે નવા વર્ષના પહેલા વેપારી સત્રમાં વૈશ્વિક માર્કેટ (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે આજે એશિયન માર્કેટમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 0.16 પોઈન્ટ ઘટ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.28 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 0.31 ટકાના ઉછાળા સાથે 18,275.28ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.24 ટકાના વધારા સાથે 23,341.91ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સાથે જ કોસ્પીમાં 0.37 ટકાના વધારા સાથે 2,988.79ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.