- સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર (Indian Share Market) નવી ઉંચાઈ સાથે શરૂ થયું
- સેન્સેક્સ (Sensex) 433.40 તો નિફ્ટી (Nifty) 132 પોઈન્ટ ઉછળ્યો
- સેન્સેક્સ (Sensex) 62,000 તો નિફ્ટી (Nifty) 19,000ની નજીક પહોંચ્યો
અમદાવાદઃ સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર (Indian Share Market) નવી ઉંચાઈ સાથે શરૂ થયું છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 433.40 પોઈન્ટ (0.71 ટકા)ની મજબૂતી સાથે 61,739.35ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 132 પોઈન્ટ (0.72 ટકા)ના વધારા સાથે 18,470.50ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ RBIએ આઠમીવાર નીતિગત દરોમાં ન કર્યો કોઈ ફેરફાર, રેપો રેટ 4 ટકા પર યથાવત
આજે સૌથી વધુ ચર્ચામાં રહેનારા શેર્સ
આજે દિવસભર એચડીએફસી બેન્ક (HDFC Bank), એવન્યુ સુપરમાર્ટ્સ (Avenue Supermarts), એસચીએલ ટેકનોલોજીઝ (HCL Technologies), શિલ્પા મેડિકેર (Shilpa Medicare), ફોર્ટિઝ હેલ્થકેર (Forties Healthcare), ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ (Indiabulls Real Estate) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.
આ પણ વાંચોઃ RBI નાણાકીય નીતિની સમીક્ષાની જાહેરાત કરશે, જાણો અર્થશાસ્ત્રીઓના અભિપ્રાય
HDFC Bankએ બીજા ક્વાર્ટરમાં અનુમાનથી સારું પરિણામ બતાવ્યું
HDFC Bankએ બીજા ક્વાર્ટરમાં અનુમાનથી સારા પરિણામ બતાવ્યા છે. બેન્કનો NII 12 ટકા તો નફો લગભગ 18 ટકા ઉછળ્યો છે. તો NPAsમાં ઘટાડો થયો છે. આ અંગે મેનેજમેન્ટે કહ્યું હતું કે, આગળ રૂરલ અને SMEsમાં સૌથી મજબૂત વૃદ્ધિ જોવા મળી શરે છે. બેન્કનો નેટ પ્રોફિટ તે દરમિયાન 18 ટકા વધીને 8,834 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે ગયા વર્ષના આ જ ક્વાર્ટરમાં એચડીએફસી બેન્ક (HDFC Bank)નો નેટ પ્રોફિટ 7,513 કરોડ રૂપિયા હતો. જ્યારે HDFC Bankની નેટ આવક 14.7 ટકા વધીને 25,085.2 કરોડ રૂપિયા રહી હતી. જોકે, ગયા વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ 21,868.8 કરોડ રૂપિયા હતી.