ETV Bharat / business

Share Market Closing: આજે ફરી એક વાર શેર બજાર મજબૂતી સાથે બંધ થયું, સેન્સેક્સ 123 પોઈન્ટ ઉછળ્યો

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) શેર બજાર લીલા નિશાન પર બંધ થયું છે. આજે બપોરે 3.35 વાગ્યે શેર બજારમાં સેન્સેક્સ (Sensex) 123.07 પોઈન્ટ (0.23 ટકા)ના વધારા સાથે 54,492.84ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 35.80 પોઈન્ટ (0.22 ટકા)ની મજબૂતી સાથે 16,294.60ના સ્તર પર બંધ થયો છે.

Share Market Closing: આજે ફરી એક વાર શેર બજાર મજબૂતી સાથે બંધ થયું, સેન્સેક્સ 123 પોઈન્ટ ઉછળ્યો
Share Market Closing: આજે ફરી એક વાર શેર બજાર મજબૂતી સાથે બંધ થયું, સેન્સેક્સ 123 પોઈન્ટ ઉછળ્યો
author img

By

Published : Aug 5, 2021, 4:12 PM IST

  • સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) લીલા નિશાને બંધ થયું શેર બજાર (Share Market)
  • સેન્સેક્સમાં (Sensex) 123.07 તો નિફ્ટી (Nifty) 35.80 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો
  • ચેક લખતા પહેલા હવે શું ધ્યાન રાખવુું તે જુઓ આ અહેવાલમાં

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) દિવસભર શેર બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. ત્યારે આજે શેર બજાર (Share Market) લીલા નિશાન પર બંધ થયું છે. આજે બપોરે 3.35 વાગ્યે શેર બજારમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 123.07 પોઈન્ટ (0.23 ટકા)ના વધારા સાથે 54,492.84ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 35.80 પોઈન્ટ (0.22 ટકા)ની મજબૂતી સાથે 16,294.60ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- 9 ઓગસ્ટે નુવોકો વિસ્ટાસનો રૂપિયા 5,000 કરોડનો ખુલશે IPO

આજે સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે સૌથી વધુ 5 ઉંચકાયેલા શેર્સની વાત કરીએ તો, ભારતીય એરટેલ (Bharti Airtel) 4.23 ટકા, આઈસર મોટર્સ (Eicher Motors) 3.42 ટકા, આઈટીસી (ITC) 3.19 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 2.61 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) 2.15 ટકા ઉંચકાયા છે. તો આ તરફ સૌથી વધુ 5 ગગડેલા શેર્સની વાત કરીએ તો, એસબીઆઈ (SBI) -3.30 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક -2.24 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -1.74 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -1.71 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -1.36 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- આજે સતત 19મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ ફેરફાર નહીં, ક્યાં શું કિંમત છે? જુઓ

હવે ચેક લખતા પહેલા આ વાત ધ્યાન રાખજો

જો તમે ચેકથી પેમેન્ટ કરી રહ્યા છો તો તમારે વધુ ધ્યાન રાખવું પડશે. ભારતીય રિઝર્વ બેન્કે (RBI) 1 ઓગસ્ટથી લાગુ થયેલા બેન્કિંગ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. કેન્દ્રિય બેન્કે હવે ચોવીસ કલાક બલ્ક ક્લિયરિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. આ મહિનાથી નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) 24 કલાક કામ કરી રહ્યા છે. એટલે કે હવે ચેકને ક્લિયર થવામાં 2 દિવસનો સમય નહીં લાગે. ચેક નાખ્યા પછી તરત જ તેની અમાઉન્ટ ક્લિયર થઈ જશે.

NACH તમામ સાતેય દિવસ ઉપલબ્ધ હશે

હવે NACH તમામ સાતેય દિવસ ઉપલબ્ધ હશે. આ માટે તમારે ચેકના માધ્યમથી પેમેન્ટ કરતા પહેલા વધુ સાવધાની રાખવી પડશે. હવે આ નોન બેન્કિંગ ડે યાન સાપ્તાહિક રજા અને નેશનલ હોલિ ડેના દિવસે પણ કામ કરશે. આ માટે હવે ચેક લખતા પહેલા એ જોઈ લેવું જરૂરી રહેશે કે, ખાતામાં પૈસા છે કે નહીં. નહીં તો ચેક બાઉન્સ થશે. ચેક બાઉન્સ થવા પર તમારા ખાતાથી પેનલ્ટી ભરવી પડશે. RBIએ જાન્યુઆરીમાં પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી હતી, જેથી ચેક આધારિત ટ્રાન્ઝેક્શનને પહેલાથી વધુ સુરક્ષિત બનાવી શકાય છે. પોઝિટિવ પે સિસ્ટમમાં 50,000 રૂપિયાથી વધુ ચેક પેમેન્ટ માટે ડિટેલ્સ બીજી વખત ચેક કરવામાં આવે છે.

ગ્રાફિક્સઃ

સેન્સેક્સઃ + 123.07

ખૂલ્યોઃ 54,576.64

બંધઃ 54,492.84

હાઈઃ 54,717,24

લૉઃ 54,230.89

NSE નિફ્ટીઃ +35.80

ખૂલ્યો 16,288.95

બંધઃ 16,294.60

હાઈઃ 16,349.45

લૉઃ 16,210.30

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.