સ્થાયી ખાતાનંબર (પાન)ને આ વર્ષે 31 ડિસેમ્બર સુધી આધાર સાથે જોડવું જરૂરી છે. રવિવારે આ અંગે ઔપચારિક જાહેરાત કરાઈ. કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ(સીબીડીટી)એ સપ્ટેમ્બરમાં કરેલા આદેશમાં પાનકાર્ડને આધાર સાથે જોડવાની સમયમર્યાદા વધારી 31 ડિસેમ્બર કરી હતી. આ પહેલા સપ્ટેમ્બર 30 સુધીનો સમય હતો. સીબીડીટી ઈન્કમટેક્ષ માટે નીતિ બનાવે છે.
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્રની મુખ્ય યોજનાઓને બંધારણીય રીતે યોગ્ય ઠેરવતા વ્યવસ્થા આપી હતી કે ઈન્કમટેક્ષ રિટર્ન ભરવા માટે પાનકાર્ડની સાથે બાયોમેટ્રિક ઓળખ સંખ્યા અનિવાર્ય છે.
આવકવેરા કાયદાની કલમ 139 એએ(2) મુજબ જે વ્યક્તિ પાસે 1 જુલાઈ, 2017 સુધી પાન છે અને તે આધાર મેળવવા પાત્ર છે તો તેને પોતાના આધાર નંબરની જાણકારી આવક વિભાગને ચોક્કસપણે આપવી પડશે.