રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શુક્રવારે ઈતિહાસ રચ્યો છે. 9 લાખ કરોડ રુપિયાનું બજાર મૂડીકરણ સ્તર પર પહોંચનાર તે દેશની પ્રથમ કંપની છે. કોરોબારી સત્રમાં BSE પર કંપનીનું બજાર મૂડીકરણ 9,01,490,09 કરોડ પહોચ્યું છે.
કંપનીના તિમાહ પરિણામોની ધોષણા પહેલા તેમના શેર 2.28 ટકા બઢતની સાથે 1,428 રુપિયા પર ચાલી રહ્યા છે. આ પહેલા ઓગ્સ્ટ 2018માં રિલાયન્સ 8 લાખ કરોડ બજાર મૂડીકરણના સ્તર પહોંચનાર દેશની પ્રથમ કંપનીનો રેકોર્ડ પોતાને નામ કરી ચૂકી છે.
જાન્યુઆરીથી આજસુધી શેરમાં 26 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપનીનું બજાર મૂડીકરણ શેર બજારમાં તેમના શેરની કિંમત પર નિર્ભર કરે છે. જેમાં દરરોજ બદલાવ થતો રહે છે.