મુંબઇ: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) એ ગ્રાહકોની સુવિધા માટે દેશભરમાં વોટ્સએપ દ્વારા એલપીજી બુકિંગની સેવા શરૂ કરવાની મંગળવારે જાહેરાત કરી હતી. તેને દેશની બીજી સૌથી મોટી પેટ્રોલિયમ વિતરણ કંપનીની ડિસઇન્વેસ્ટમેન્ટની યાદીમાં મૂકવામાં આવ્યું છે. કંપનીના 7.10 કરોડ એલપીજી ગ્રાહકો છે.
કંપનીએ કહ્યું છે કે, તેણે સિલિન્ડર બુક કરવા માટે નવી વોટ્સએપ બિઝનેસ ચેનલ શરૂ કરી છે. કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે, વોટ્સએપ પર આ બુકિંગ ગ્રાહકની કંપનીમાં નોંધાયેલા મોબાઈલ નંબરથી બીપીસીએલ સ્માર્ટલાઇન નંબર - 1800224344 - પર થઈ શકે છે.
બીપીસીએલના માર્કેટિંગ ડિરેક્ટર અરૂણસિંહે આ એપને બહાર પાડતાં કહ્યું કે, "વોટ્સએપ દ્વારા એલપીજી બુક કરવાની આ જોગવાઈ ગ્રાહકો વધુ સરળ અને મદદરૂપ થશે. હવે લોકોમાં વ્હોટ્સએપ ખૂબ સામાન્ય છે. યુવક હોય કે વૃદ્ધ. દરેક લોકો તેનો ઉપયોગ કરે છે. અને આ નવી શરૂઆત સાથે અમે અમારા ગ્રાહકોની નજીક જઈશું. "
કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, એલપીજી ઇન્ચાર્જ ટી.પીઠમ્બરમે જણાવ્યું હતું કે, વોટ્સએપ દ્વારા બુકિંગ કર્યા પછી ગ્રાહકને બુકિંગનો સંદેશો મળશે. આ સાથે, તેને એક લિંક મળશે જેના પર તે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અને એમેઝોન જેવી એપ્લિકેશન દ્વારા ચુકવણી પણ કરી શકે છે. તેમણે કહ્યું કે, કંપની એલપીજી ડિલિવરી પર નજર રાખી અને તેના વિશે ગ્રાહકો પાસેથી પ્રતિસાદ લેવા જેવા નવા પગલાઓ પણ લેવામાં આવશે.