આઈટીઆઈ-1 ફોર્મ ફક્ત એવા નાગરિકોને જ લાગુ થશે કે જેમની આવક 50 લાખ રૂપિયા સુધીની છે. જેમાં સેલેરી ઉપરાંત એક હાઉસ પ્રોપર્ટી અને વ્યાજમાંથી થતી આવકથી થાય છે.
નોટિફાય કરાયેલા ફોર્મ અનુસાર આઈટીઆર ફોર્મમાં કોઈ એવી વ્યક્તિ દ્વારા ઉપયોગ ન કરાય કે જે કંપનીનો ડીરેક્ટર હોય અથવા તો અનલિસ્ટેડ શેરમાં રોકાણ કર્યું હોય.
સીબીડીટી દ્વારા જાહેર કરાયેલા ફોર્મ અનુસાર આઈટીઆર-1 સ્ટાન્ડર્ડ ડિડક્શનના વિકલ્પની સાથે આવે છે. આઈટીઆર ફાઈલ કરતા સમયે નાણાકીય વર્ષ 2018-19માં સ્ટાન્ડર્ડ ડિડક્શન માટે વધુમાં વધુ 40,000 રૂપિયાનો દાવો કરી શકાય છે.
જો ઘર હોય તો આઈટીઆર-1માં તે બતાવવું પડશે કે વ્યક્તિ પોતે ઘરના માલિક છે, અથવા આપે તેને વેેંચી દીધું છે.
આ નાણાકીય વર્ષમાં બીજા સોર્સમાંથી થયેલી આવકની વિસ્તૃત જાણકારી આપવાની થશે. પહેલા ફકત બીજા સોર્સમાંથી થનારી આવક બતાવવાની થતી હતી. સામાન્ય રીતે બીજા સોર્સમાંથી થનારી આવક બેંક એકાઉન્ટમાં મળનાર વ્યાજ, ફિકસ્ડ ડિપોઝિટ વિગેરે હોય છે.
ગયા વર્ષની જેમ આ સેલરીના બ્રેકઅપની જાણકારી જેમ કે એલાઉન્સ, વધારાની સુવિધાઓ અને નફો સામેલ છે. ભરનાર વ્યક્તિ કંપનીમાંથી મળતી અન્ય સુવિધાઓની વધારાની જાણકારી આપવી પડશે. જો કોઈ એવા એલાઉન્સ મળે જેમ કે ઘરભાડુ મળે તો તેને ટેક્સમાં થોડી અથવા તો પુરી છૂટ મળે છે, તેની પણ જાણકારી આઈટીઆર-1માં આપવાની રહેશે.
આઈટીઆર-2 ફોર્મમાં જે લોકો અને અવિભાજિત હિન્દુ પરિવારો(એચયુએફ) માટે છે. કે જેઓ વેપારી અથવા તો બિઝનેસમાં પ્રોફિટ અથવા લાભ થતો નથી.
આઈટીઆર-2માં ઘર સાથે સંકળાયેલી જાણકારી આપવાની રહેશે. નાણાકીય વર્ષ 2018-19માં રહેવાસી છો કે સાધારણ નિવાસી છો અથવા તો નોન-રેસિડેન્ટ છો આ જાણકારી આપવી જરૂરી છે.
જો અનલિસ્ટેડ કંપનીના શેર હોય તો આપે આઈટીઆર-2માં તેની જાણકારી આપવી પડશે. આ જાણકારીમાં કંપની, પેન, શેરોની સંખ્યા અને તમારા દ્વારા ખરીદેલા કે વેચેલા શેરની વિગતો રજૂ કરવી પડશે