શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં હાઇવે પર કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ગાડી પર આતંકી હુમલો થયાની જાણકારી મળી છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે. જેમાં CRPFના 8 જવાન શહીદ થયાં છે, તો 8 જવાન ઘાયલ થયા છે.
મળતી જાણકારી અનુસાર, આ હુમલો IEDના ધમાકા પછી કરવામાં આવ્યો છે. બ્લાસ્ટ થયા પછી CRPFની ગાડી પર ફાયરિંગ થયાંની પણ માહિતી મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાઇવે પર ઉભેલી કારમાં IED પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો.
આ હુમલો જમ્મુ-કાશ્મીરના પુલાવામામાં થયો છે. ઘાયલ જાવાનોને નજીકની આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.