દિવસ મહત્વ:
આ દિવસ બાળમજૂરોની દુર્દશાને પ્રકાશિત કરવા અને જાગૃતિ લાવવા માટે સરકારો, રોજગારદાતાઓ અને કામદારો સંસ્થાઓ, નાગરિક સમાજ તેમજ વિશ્વભરના લાખો લોકોને એકસાથે લાવવાનો પ્રયાસ કરે છે. આ દિવસ મુખ્યત્વે બાળકોના વિકાસ પર કેન્દ્રિત છે અને તે બાળકોના શિક્ષણના અધિકાર અને ગૌરવપૂર્ણ જીવનનું રક્ષણ કરે છે.
વિશ્વભરમાં, સેંકડો બાળકો તેમના માતાપિતા માટે આજીવિકા મેળવવામાં માટે શાળા છોડી દે છે. કેટલાક બાળકોને સંગઠિત ગુનાના ષડયંત્ર દ્વારા બાળ મજૂરી કરવાની ફરજ પાડવામાં આવે છે, જ્યારે કેટલાક આત્યંતિક ગરીબીને લીધે ક્યારેય શાળાઓ જોતા જ નથી. તેથી, બાળકો માટે શિક્ષણના અધિકાર અને ગૌરવપૂર્ણ જીવનની રક્ષા કરવા માટે, ઘણી સંસ્થાઓ અને આઈ.એલ.ઓ બાળ મજૂરીને કાબૂમાં રાખવા પ્રયત્નો કરી રહી છે અને2030 સુધીમાં યુ.એન દ્વારા પ્રસરેલા ટકાઉ વિકાસ લક્ષ્યો (એસ.ડી.જી) હાંસલ કરવા મહત્વપૂર્ણ છે.
આ વર્ષે, વિશ્વ દિવસ આભસી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવ્યો છે જેનું આયોજન બાળ મજૂર સામે વૈશ્વિક કુચ અને કૃષિમાં બાળ મજૂર પર સહકાર માટેની આંતરરાષ્ટ્રીય ભાગીદારી (આઈ.પી.સી.સીએલએ) દ્રારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.
" વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ 2020 નો વિષય
આ વર્ષે, વિશ્વ દિવસ આભસી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવ્યું છે જેનું આયોજન બાળ મજૂર સામે વૈશ્વિક કુચ સાથે સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે
ઇતિહાસ :
1919 માં, સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય મજૂર ધોરણો સ્થાપવા માટે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (આઈ.એલ.ઓ) ની સ્થાપના કરવામાં આવી હતી. આઈ.એલ.ઓના 187 સભ્ય દેશો છે અને તેમાંથી 186 સંયુક્ત રાષ્ટ્રના સભ્ય પણ છે. 187 મી સભ્ય કૂક આઇલેન્ડ (દક્ષિણ પેસિફિક) છે. તે પછીથી, આઇ.એલ.ઓએ વિશ્વભરમાં મજૂરની સ્થિતિમાં સુધારો કરવા માટે ઘણી સંધિઓ પસાર કરી છે.
વળી, 2002 માં" વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ " ને આંતરરાષ્ટ્રીય મજુર સંગઠન (આઈ.એલ.ઓ) દ્વારા સંધિ નંબર 138 અને 182 દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું. 1973 માં, આઈ.એલઓ સંધિ નંબર 138 અપનાવવામાં આવ્યું હતું અને રોજગાર માટેની લઘુત્તમ વય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સભ્ય દેશોનો રોજગારની લઘુત્તમ વય વધારવા અને બાળ મજૂરી નાબૂદ કરવાનો લક્ષ્યાંક છે. 1999 માં, આઈ.એલ.ઓ સંધિ નંબર 182 અપનાવવામાં આવ્યું અને તેને "બાળ મજૂરીના સૌથી ખરાબ સ્વરૂપ સંધિ" તરીકે પણ ઓળખવામાં આવતું હતું. તે બાળ મજૂરીના ખરાબ સ્વરૂપને દૂર કરવા જરૂરી અને તાત્કાલિક પગલાં લેવાનું ધ્યેય રાખે છે.
હકીકતમાં 2020 માં આઈ.એલ.ઓનાં"બાળ મજૂરીના સૌથી ખરાબ સ્વરૂપ સંધિ, 1999" ના અપનાવ્યા ના 21 વર્ષ પુર્ણ થાય છે. આ દિવસ પુખ્ત વયના લોકો અને બાળકોના હક્કોના રક્ષણ માટે બળજબરીથી મજૂર સંધિ ના 2014 ના પ્રોટોકોલના બહાલી ઉપર પણ કેન્દ્રિત છે.
બાળ મજૂરી સામે લડાઇ
વિશ્વવ્યાપી તમામ બાળકોમાંથી દસમાંથી એક બાળ મજૂર છે. 2000 થી બાળમજૂરીના બાળકોની સંખ્યામાં 9.4 કરોડ નો ઘટાડો થયો છે, જ્યારે તાજેતરના વર્ષોમાં ઘટાડો દર બે તૃતીયાંશ જેટલો ધીમો પડી ગયો છે.
2025 સુધીમાં યુ.એન.ના ટકાઉ વિકાસ લક્ષ્ય 8.7, બાળ મજૂરી ના તમામ સ્વરૂપોનું અંત લાવવાનું લક્ષ રાખે છે. તે વૈશ્વિક સમુદાયને બળજબૂરીથી મજૂરી, આધુનિક ગુલામી અને માનવીય તસ્કરીને નાબૂદ કરવા પગલાં લેવાનું આહવાન કરે છે. તે બાળ સૈનિકોની ભરતી અને ઉપયોગ સહિતના બાળ મજૂરીના સૌથી ખરાબ સ્વરૂપો પર પ્રતિબંધ અને નાબૂદ કરવા અને 2025 સુધીમાં બાળ મજૂરીના તમામ સ્વરૂપોનો અંત લાવવાનું પણ આહવાન કરે છે.
બાળ મજૂરી પર કોવિડ -19ની અસર
" વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ 2020, બાળ મજૂરી પરના સંકટની અસર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કોવીડ -19 આરોગ્ય રોગચાળો અને તેના પરિણામે આર્થિક અને મજૂર બજારમાં આંચકાથી લોકોના જીવન અને આજીવિકા પર ભારે અસર પડી રહી છે.
દુર્ભાગ્યેપણે , બાળકોને મોટાભાગે સૌથી ખરાબ અસર થતી હોય છે . આ સંકટ લાખો બાળકોને બાળ મજૂરીમાં ધકેલી શકે છે. પહેલાથી જ, અંદાજિત 15. 2 કરોડ બાળકો બાળ મજૂરીમાં છે, જેમાંથી 7.2 કરોડ જોખમી કામમાં છે. આ બાળકો હવે એવા સંજોગોનો સામનો કરવાના છે જે વધુ જોખમકારક છે અને કામના કલાકો વધુ લાંબા હશે.
અગાઉની કટોકટીની પરિસ્થિતિઓ જેવી કે 2014 માં ઇબોલા રોગચાળાના અનુભવે બતાવ્યું છે કે આ પરિબળો બાળ મજૂરી અને બળજબરી થી મજૂરીના જોખમને વધારવામાં મહત્વ ની ભૂમિકા ભજવે છે.
રોગાચાળો સૌથી ગરીબ દેશોમાં અને સૌથી ગરીબ પડોશી વિસ્તારોમાં અને પહેલેથી વંચિત અથવા નબળી પરિસ્થિતિવાળા બાળકો માટે, જેમ કે બાળ મજૂરી કરનારા બાળકો અને બળજબરી મજૂરી અને માનવ તસ્કરીનો ભોગ બનેલા બાળકો, ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓ માટે સૌથી વધુ નુકસાનકારક હોવાની આશંકા છે. આરોગ્ય વીમા અને બેરોજગારી લાભો સહિત સામાજિક સંરક્ષણની ન મળવા ના કારણે આ સંવેદનશીલ જૂથો આવકના આંચકાથી વધુ પ્રભાવિત થયા છે.
બાળ મજૂરી અને બળજબરી થી મજૂરી નાબૂદી પરના આઇ.એલ.ઓનો મુખ્ય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ (આઇપીપી +) ની 62 દેશોમાં હાલ કામગીરી ચાલી રહી છે, તે બધાં કોવીડ-19 રોગચાળાથી અસરગ્રસ્ત છે.
આ વર્ષે, " વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ " આભાસી અભિયાન તરીકે હાથ ધરવામાં આવશે અને બાળ મજૂર સામે વૈશ્વિક કુચ અને કૃષિમાં બાળ મજૂર પર સહકાર માટેની આંતરરાષ્ટ્રીય ભાગીદારી (આઈપીસીસીએલએ) ની સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે.
12 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા બાળ મજૂરી પર કોવીડ-19 ની અસર અંગેના આઇ.એલ.ઓ-યુનિસેફ પેપર, કેટલીક મુખ્ય સ્ત્રોતો પર ધ્યાન આપશે, જેનાથી આ રોગચાળો, બાળ મજૂરી નાબૂદી તરફની પ્રગતિને અસર કરે છે.
1999 માં, આઈ.એલ.ઓએ 151 દેશો દ્વારા હસ્તાક્ષર કરાયેલા સૌથી ખરાબ સ્વરૂપ સંધિનું નેતૃત્વ કર્યું, જે બાળ મજૂરીના સૌથી ખરાબ સ્વરૂપો પર પ્રતિબંધ છે જેવા કે :
- દેવા બંધન
- બાળ તસ્કરી
- ગુલામી અથવા ગુલામી જેવી પ્રથાઓના તમામ સ્વરૂપો
- સશસ્ત્ર સંઘર્ષમાં બાળકોની બળજબરી ભરતી
- વેશ્યાવૃત્તિ
- અશ્લીલતાનું નિર્માણ
- ડ્રગનું ઉત્પાદન અને તસ્કરી
- કોઈપણ જોખમી કાર્ય
- ભારતમાં બાળ મજૂરી
૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, 5 થી 14 વર્ષની વય જૂથના કામદારોની સંખ્યા 43,53,247છે.
(૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, 5 થી 14 વર્ષની વય જૂથના કુલ43,53,247, કામદારોમાંથી, છોકરીઓની સંખ્યા છે 16,89,200 જ્યારે પુરુષ બાળ કાર્યકરની સંખ્યા 26,64,047 છે)
ભારતમાં બાળકોની કઠોર વાસ્તવિકતા:
ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યુ (સી.આર.વાય) દ્વારા કરવામાં આવેલી વસ્તી ગણતરીના આંકડા મુજબ જાહેર થયું છે કે ભારતમાં 7 થી 14 વર્ષની વય જૂથના આશરે 14 લાખ બાળ મજૂર પોતાનાં નામ લખી શકતા નથી. મતલબ કે આ વય જૂથના ત્રણમાંથી એક બાળ મજૂર નિરક્ષર છે. અને આમાં 20 લાખ સીમાંત કામદારોએ પણ તેમના શિક્ષણ સાથે સમજોતો કર્યો છે.