રોહેબોથ બીચ: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (President Joe Biden) શુક્રવારે તેલ ઉત્પાદક દેશને (OPEC Countries) લઈને પોતાના વિચાર સ્પષ્ટ કર્યા હતા. અમેરિકી રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, મુખ્ય તેલ ઉત્પાદકો તરફથી ઉત્પાદન વધારવાને લઈને સાઉદી અરેબિયાની પ્રશંસા થઈ છે. છતાં ત્યાં માનવાધિકારને લઈને તેઓ પોતાના વિચાર નહીં બદલે. માનવાધિકાર હનનને (Human Right Violation) લઈને રાષ્ટ્રપ્રમુખે એક અલગ જ સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે ઉમેર્યું કે, મને ખબર નથી કે, હું સાઉદી અરબ જઈશ (visits to Saudi Arabia and Israel) કે નહી. પણ હાલમાં ત્યાંની મુલાકાત કરવાની કોઈ પ્રકારની યોજના નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, આગળના સમયેમાં ઈઝરાયલ અને સાઉદી અરબ સહિત કેટલાક અરબ દેશના નેતાઓની તેઓ ખાસ મુલાકાત કરી શકે છે.
આ પણ વાંચો: મેક્સિકોમાં ભયંકર તુફાનના કારણે 10ના મોત, 20 લાપતા
ઈઝરાયલ જવાની ઈચ્છા: વ્હાઈટ હાઉસ રાષ્ટ્રપતિની આ મુલાકાતની યોજનાને લઈને એક ચોક્કસ એજન્ડા સ્પષ્ટ થાય છે. જેનાથી વ્હાઈટ હાઉસ પણ વાકેફ છે. આ અંગે એક સંબંધીત વ્યક્તિએ કહ્યું કે, બાઈડને સાઉદી અરેબિયાની સાથોસાથ ઈઝરાયલની મુલાકાત લેવાનો પણ ઈરાદો વ્યક્ત કર્યો છે. આ અંગે કેટલાક નિર્ણયો પણ લેવાયા છે. આ મહિને યોજાનારા યુરોપની કેટલીક બેઠકોમાં પણ તેઓ ભાગ લેવાના છે. આ માટે પહેલાથી તૈયાર થયેલા કાર્યક્રમોની વચ્ચે આ દેશની મુલાકાત રાષ્ટ્ર પ્રમુખ લઈ શકે છે. જોકે, એમની આ મુલાકાતને કોઈ ફાઈનલ ટચ અપાયો નથી. જ્યારે સાઉદી અરેબિયાની યાત્રા અંગે પૂછવામાં આવ્યું ત્યારે બાઈડને કહ્યું કે, હું ત્યાં માનવાધિકારની સ્થિતિને લઈને મારા પોતાના વિચાર બદલવાનો નથી.
પ્રિન્સની ટીકા: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે હું એક શાંતિ સ્થાપિત કરવાની દિશામાં કોઈ પગલું લઈ શકું છું. જેટલું થશે એટલું અવશ્ય કરીશ. ખાસ કરીને અમેરિકામાં. હું શાંતિ જાળવવા માટે જ પ્રયાસ કરી રહ્યો છું. રાષ્ટ્રપતિ પદ પર રહીને તેમણે શેહજાદા મોહમ્મદ બિલ સલમાનની ખૂબ ટીકા કરી છે. ક્રુરતા ભરી વાત કરી છે. અમેરિકાના પત્રકાર જમાલ ખાગોશીની હત્યાને લઈને વર્ષ 2018માં સાઉદી અરબને અલગ કરવા સુધીનોં સંકલ્પ લેવાઈ શકે એમ હતો. અમેરિકાની જાસુસી સંસ્થાએ ઈનપુટ સાથે કહ્યું કે, પ્રિન્સ સલમાન ખાગોશીએ મંજૂરી આપી હતી.
આ પણ વાંચો: સરકાર એમેઝોન, ફ્લિપકાર્ટ પર નકલી પ્રોડક્ટ રિવ્યુ કરનારાઓ પર કરશે કાર્યવાહી
કરારની પ્રશંસા: અમેરિકાનાર વ્હાઈટ હાઉસે ઓપેક દેશના સમુહને તેલ ઉત્પાદનના સંકલ્પને સાચો સાબિત કરવા માટે સાઉદી અરેબિયાની ભૂમિકા ઘણી સારી રહે છે. તે જ સમયે, બાઈડેને યમન સાથેના સાત વર્ષના યુદ્ધમાં 60-દિવસના યુદ્ધવિરામના વિસ્તરણ પર સાઉદી અરેબિયાના આ સપ્તાહના કરારની પ્રશંસા કરી, આ પગલાને "હિંમતભર્યા નેતૃત્વ" ના પ્રદર્શન તરીકે વર્ણવ્યું.