ETV Bharat / bharat

લાતેહારની સદર હૉસ્પિટલમાં માનસિક રીતે અસ્વસ્થ મહિલા સાથે થયું દુષ્કર્મ

લાતેહારની સદર બજારમાં શુક્રવાર રાત્રે માનસિક રીતે અસ્વસ્થ મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પીડિતાનું ચેકઅપ પણ કરાવ્યું હતું.

લાતેહારની સદર હૉસ્પિટલમાં માનસિક રીતે અસ્વસ્થ મહિલા સાથે થયું દુષ્કર્મ
લાતેહારની સદર હૉસ્પિટલમાં માનસિક રીતે અસ્વસ્થ મહિલા સાથે થયું દુષ્કર્મ
author img

By

Published : Mar 27, 2021, 1:10 PM IST

Updated : Mar 27, 2021, 3:01 PM IST

  • સદર હૉસ્પિટલમાં મહિલા સાથે થયું દુષ્કર્મ
  • હૉસ્પિટલની સુરક્ષા સામે ઉઠ્યા સવાલ
  • પાંચ વર્ષ પહેલાં પણ ઘટી હતી આ પ્રકારની ઘટના

લાતેહાર: જિલ્લામાં શુક્રવારે રાત્રે માનવતાને શર્મસાર કરનાર ઘટના ઘટી છે. એક યુવકે સદર હૉસ્પિટલ પરિસરમાં એક માનસિક રીતે અસ્થિર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું, પોલીસને આ અંગે જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આ અંગે તપાસ ચાલુ કરી છે.

હૉસ્પિટલની સુરક્ષા સામે ઉભા થયા સવાલ

લાતેહારના સદર હૉસ્પિટલ પરિસરમાં માનસિક રીતે અસ્વસ્થ મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા હૉસ્પિટલ પરિસરની સુરક્ષા અંગે પણ સવાલો ઉભા થયા છે. આ ઘટના અંગે જાણ થતાં હૉસ્પિટલ તંત્ર પણ દોડતું થયું છે. આ તરફ આરોપી યુવક ફરાર થયો છે. જો કે હૉસ્પિટલના CCTVમાં યુવકની તસવીર આવી ગઇ છે. પોલીસે જણાવ્યું છે કે આ સમગ્ર મુદ્દે તપાસ કર્યા બાદ જ આ અંગે કશું કહી શકાશે બીજી તરફ મહિલાનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે.

વધુ વાંચો : વડનગરમાં યુવકે વીડિયો ઉતારી બ્લેકમેલિંગ કરીને 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું

પહેલાં પણ ઘટી હતી આવી ઘટના

લાતેહારમાં પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી ચુકી છે. પાંચ વર્ષ પહેલાં પણ લાતેહારમાં માનસિક રીતે અસ્થિર મહિલા સાથે દુષ્કર્મ થયું હતું બાદમાં તે ગર્ભવતી થઇ હતી. આજ સુધી આ ઘટનાના આરોપીને ઝડપી શકાયો નથી.

વધુ વાંચો : ગીરગઢડામાં 50 વર્ષીય વિધર્મીએ 18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ કર્યું

શું કહ્યું સિવિલ સર્જને

આ અંગે સવાલ પુછતા સિવિલ સર્જન ડૉક્ટર સંતોષ કુમાર શ્રીવાસ્તે જણાવ્યું હતું કે તેમને આ સમગ્ર ઘટના અંગે જાણ થઇ છે. મહિલાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. જો જરૂર પડશે તો તેને રિમ્સ પણ મોકલવામાં આવશે. આ ઘટના બાદ હૉસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઉભા થયા છે.

Last Updated : Mar 27, 2021, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.