ETV Bharat / state

રાજકોટમાં 3 લાખથી વધુના બ્રાઉન સુગર સાથે બે શખ્સ ઝડપાયા, નેપાળ સાથે જોડાયા તાર - BROWN SUGAR CAUGHT IN RAJKOT

રાજકોટ શહેરમાંથી માદક પદાર્થના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 3 લાખથી વધુના બ્રાઉન સુગર સાથે બે શખ્સની ધરપકડ કરી છે.

રાજકોટમાં બ્રાઉન સુગર સાથે શખ્સ ઝડપાયો
રાજકોટમાં બ્રાઉન સુગર સાથે શખ્સ ઝડપાયો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2024, 7:53 PM IST

રાજકોટ: રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટીકસ પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે સરકારના "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત નશાના સોદાગરો અને નશાના વ્યસનીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ SOGની ટીમ પેટ્રોલિંગ દરમિયાન વધુ એક વખત માદક પદાર્થ સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતાં.

પોલીસે રામાપીર ચોકડીના પુલ પાસેથી કેતન અશોકદાન ઉધાસને 62.72 ગ્રામના રૂ. 3 લાખ 13 હજાર 600ના હેરોઈન અને બ્રાઉન સુગર સાથે પકડી પાડ્યો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં NDPS એકટની કલમનો ગુનો નોંધ્યો હતો. આ શખ્સ કઈ જગ્યાએથી માદક પદાર્થનો જથ્થો લાવ્યો હતો અને આ જથ્થો કોને આપવા માટે જતો હતો તે સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરતા ઘણી ચોંકાવનારી માહિતી હાથ લાગી છે.

આ અંગે વધુ માહિતી આપતા SOG પી.આઈ. એસ.એમ.જાડેજા જણાવ્યું હતું કે, 62.72 ગ્રામના હેરોઈન સાથે કેતન અશોકદાન ઉધાસ નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત આ માદક પદાર્થને મોકલનાર શખ્સ પૂર્ણ શેરપાની પણ ધરપકડ કરવામાં આવી છે.

  1. ભરૂચના શખ્સોને એમડી ડ્રગ્સની ખેપ મારવી ભારે પડી, એક હિસ્ટ્રીશીટર સહિત 3ની ધરપકડ
  2. અંકલેશ્વરની GIDCમાં ધમધમતી નશાની ફેક્ટરી ઝડપાઈ, 14 લાખથી વધુનું MD ડ્રગ્સ જપ્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.