ETV Bharat / state

અમદાવાદમાં વૃદ્ધોને 10 લાખ સુધીની મફત સારવાર મળશે, કેન્દ્ર સરકારની આ યોજનાને AMCએ અમલમાં મૂકી - AMC VAYA VANDANA YOJANA

વય વંદના યોજનામાં આવક મર્યાદા નથી. 70 વર્ષથી ઉપરના કોઈપણ વૃદ્ધ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2024, 7:30 PM IST

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની વય વંદના યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ અમદાવાદ શહેરના કોર્પોરેશન દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં 70 વર્ષથી વધુ વયની તમામ વ્યક્તિઓ મફતમાં સારવાર મેળવી શકશે.

આ અંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાણીએ જણાવ્યું હતું કે, અગાઉની PMJ યોજનામાં આવક મર્યાદા હતી, પરંતુ વય વંદના યોજનામાં આવક મર્યાદા નથી. 70 વર્ષથી ઉપરના કોઈપણ વૃદ્ધ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે.

અમદાવાદમાં વય વંદના યોજના લાગુ કરાઈ (ETV Bharat Gujarat)

શહેરના 85 અર્બન હેલ્થ સેન્ટર પર વય વંદના કાર્ડ બનાવવાની સુવિધા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના 85 અર્બન હેલ્થ સેન્ટર પર વય વંદના કાર્ડ બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નાગરિકો માત્ર આધાર કાર્ડ સાથે આ સેન્ટર પર જઈને કાર્ડ બનાવી શકે છે. આ કાર્ડથી તેઓ 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવી શકશે.

આ યોજનાનો લાભ કોને મળશે?
આયુષ્માન વય વંદના યોજના હેઠળ કાઢવામાં આવતા કાર્ડનો લાભ શહેરના 70 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના તમામ વૃદ્ધો મેળવી શકશે.

આવક મર્યાદા કેટલી રહેશે?
અગત્યની વાત એ છે કે આ યોજનાનો લાભ મેળવવા માટે કોઈપણ આવક મર્યાદા નિશ્ચિત કરવામાં આવી નથી. તમામ પ્રકારની આવકો ધરાવતા 70 વર્ષથી વધુ વયના નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકશે.

કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે?
આ કાર્ડ કઢાવવા માટે નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર માત્ર એક આધાર કાર્ડ લઈ જઈ વેરીફિકેશન કરાવી આ કાર્ડ કઢાવી શકાશે.

આયુષ્માન કાર્ડ ધારકોએ નવા કાર્ડ કઢાવવા પડશે?
એક પ્રશ્ન પણ થાય કે આયુષ્માન કાર્ડ જેવો પહેલાથી ધરાવે છે તેમને પણ શું નવા કાર્ડ કઢાવવા પડશે? તો હા, પોતાનું આધારકાર્ડ વેરિફિકેશન કરાવીને આયુષ્માન વય વંદના કાર્ડ અલગથી કઢાવવાનું રહેશે.

આ પણ વાંચો:

  1. અમદાવાદ: ગાંધી આશ્રમ રોડ આજ રાતથી કરાશે બંધ, હવે RTO કે વાડજ જવા કયો રૂટ લેવો પડશે?
  2. 'તમારું ખાતું મોટા ફ્રોડમાં વપરાયું છે...' રાજકોટમાં નિવૃત્ત બેંક કર્મીને ડિજિટલ એરેસ્ટ કરીને ઠગોએ 56 લાખ પડાવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.