ETV Bharat / bharat

HIJAB ROW : જ્યારે દીપિકા પાદુકોણથી લઈને આલિયા ભટ્ટ સુધી ફિલ્મોમાં હિજાબ અને બુરખો પહેર્યો! - હિજાબ વિવાદ

સોમવારે કોર્ટમાં હિજાબ મુદ્દે (hijab bollywood actress )સુનાવણી થવાની છે. તે દરમિયાન, બોલીવુડની તે અભિનેત્રીઓ વિશે વાત કરીશું જેમણે ફિલ્મોમાં હિજાબ અને બુરખો પહેર્યો હતો. જેમાં બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અને ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણથી લઈને આલિયા ભટ્ટ સહિત અનેક દિગ્ગજ અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

HIJAB ROW : જ્યારે દીપિકા પાદુકોણથી લઈને આલિયા ભટ્ટે ફિલ્મોમાં હિજાબ અને બુરખો પહેર્યો હતો

author img

By

Published : Feb 11, 2022, 4:48 PM IST

ન્યૂઝ ડેસ્ક : દેશમાં આ દિવસોમાં હિજાબનો મુદ્દો (hijab row) ગરમ છે. આ કિસ્સો કર્ણાટકની શાળામાં હિજાબ પહેરેલી એક છોકરી સાથે શરૂ થયો હતો, જે દેશના ખૂણે-ખૂણે ફેલાઈ ગયો છે. આ મામલે સોમવારે કોર્ટમાં સુનાવણી થવાની છે. ત્યારે બોલીવુડની (bollywood hijab) તે અભિનેત્રીઓ વિશે વાત કરીશું જેમણે ફિલ્મોમાં હિજાબ અને બુરખો પહેર્યો હતો. આ યાદીમાં બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી દીપિકા પાદુકોણથી લઈને આલિયા ભટ્ટ સહિત અનેક દિગ્ગજ અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Film Gehraiyaan Release Date: ફિલ્મ ગહરાઇયાંને A પ્રમાણપત્ર સાથે લીલી ઝંડી મળી ગઇ

દીપિકા પાદુકોણ

અભિનેત્રી દીપિકા પાદુકોણ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. દીપિકાએ શાહરૂખ ખાન સાથેની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' (2007)થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મના એક સીનમાં દીપિકા પાદુકોણ બુરખામાં જોવા મળી હતી. આ સીન ફિલ્મમાં ત્યારે જોવા મળે છે, જ્યારે તે શાહરૂખ ખાનને ગુપ્ત રીતે મળવા જાય છે.

આલિયા ભટ્ટ

આ દિવસોમાં બોલીવુડમાં ટોચ પર રહેલી અભિનેત્રી આલિયા ભટ્ટ પાસે 'ગંગુબાઈ કાઠિયાવાડી' 'બ્રહ્માસ્ત્ર' અને પૈન ઈન્ડિયા ફિલ્મ 'RRR' જેવી મેગા-બજેટ ફિલ્મો છે. આલિયાએ આવી 2 ફિલ્મો કરી છે, જેમાં તે હિજાબ અને બુરખો પહેરેલી જોવા મળી છે. આલિયા ફિલ્મ 'રાઝી' અને ગલી બોયમાં મુસ્લિમ છોકરી તરીકે જોવા મળી હતી. આલિયાની આ બંને ફિલ્મોને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

દિયા મિર્ઝા

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા અને મોહિત રૈના સ્ટારર સીરિઝ 'કાફિર' (2019) એ ભારત-પાક સંબંધો પરની સીરિઝ છે. આ સીરિઝમાં દિયા મિર્ઝાએ એક ગર્ભવતી પાકિસ્તાની છોકરી કૈનાઝની ભૂમિકા ભજવી હતી, જે કોઈ કારણસર સરહદ પાર કરીને ભારત પહોંચે છે. આ પછી, તેમને આતંકવાદીઓ તરીકે જેલમાં ધકેલી દેવામાં આવે છે. આ સીરિઝને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી હતી અને કલાકારોના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

વિદ્યા બાલન

વિદ્યા બાલને અક્ષય કુમાર, ઈમરાન ખાન અને સોનાક્ષી સિન્હા સ્ટારર ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા' (2013)માં કેમિયો કર્યો હતો. મિલન લુથરિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મના એક ગીતમાં વિદ્યા ગેસ્ટ રોલમાં જોવા મળી હતી. આ ગીતમાં વિદ્યા બુરખામાં જોવા મળી હતી. નિર્માતા એકતા કપૂરના કહેવા પર વિદ્યાએ ફિલ્મમાં કેમિયો કર્યો હતો.

આ પણ વાંચો:Gangubai Kathiyawadi Song: 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ના પ્રથમ ગીતમાં આલિયા ભટ્ટ કંઇક આ અંદાજમાં

કેટરીના કૈફ

બોલિવૂડની અન્ય એક સુંદર અને ઉંચી અભિનેત્રી કેટરીના કૈફે 'મેરે બ્રધર કી દુલ્હન' અને 'એક થા ટાઈગર' ફિલ્મોમાં બુરખો પહેર્યો હતો. ફિલ્મ 'મેરે બ્રધર કી દુલ્હન'માં કેટરીનાએ એક સીનમાં બુરખો પહેર્યો હતો અને ફિલ્મ 'એક થા ટાઈગર'માં કેટરીના કૈફ પાકિસ્તાની જાસૂસના રોલમાં જોવા મળી હતી, જેમાં તે અનેક પ્રસંગોએ બુરખામાં જોવા મળી હતી. .

પ્રિયંકા ચોપરા

બોલિવૂડની 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરાએ પોતાના ફિલ્મી કરિયરમાં એકથી એક હિટ અને વિવિધ પ્રકારની ફિલ્મો આપી છે. પ્રિયંકા પણ તે અભિનેત્રીઓમાંની એક છે જે ફિલ્મમાં બુરખો પહેરેલી જોવા મળી હતી. પ્રિયંકા ચોપરાએ ફિલ્મ સાત ખૂન માફમાં બુરખો પહેર્યો હતો. આ ફિલ્મમાં પ્રિયંકાએ નેગેટિવ પાત્ર ભજવ્યું હતું.

શ્રદ્ધા કપૂર

બોલિવૂડની મિલ્કી બ્યુટી એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે ફિલ્મ 'હસીના પારકર'માં ડોન દાઉદ ઈબ્રાહિમની બહેન હસીનાનો રોલ કર્યો હતો. આખી ફિલ્મમાં શ્રદ્ધા ક્યારેક હિજાબ તો ક્યારેક બુરખો પહેરેલી જોવા મળે છે.

તબુ

90ના દાયકાની સુંદર અને જબરદસ્ત અભિનય કરનાર અભિનેત્રી તબ્બુએ શાહિદ કપૂર સ્ટારર 'હૈદર'માં ગઝલ મીર નામની મુસ્લિમ યુવતીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી પ્રશંસા મેળવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.