ETV Bharat / bharat

PCOSની બિમારી વિશે જાણવા જેવું - PCOS

પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ અથવા તો PCOS, એ પ્રજનનક્ષમ વયે મહિલાઓને સતાવતી એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા માસિક ચક્ર સાથે જોડાયેલી છે, જેના કારણે માસિક ચક્ર અનિયમિત કે લાંબું રહે છે કે પછી શરીરમાં નર હોર્મોન લેવલ ઊંચું રહે છે. અંડાશયમાં સિસ્ટ (પ્રવાહીનું એકત્રીકરણ) પણ થઇ શકે છે, જેના કારણે અંડાશય ઇંડાં છૂટા પાડવા માટે અસક્ષમ બને છે

PCOSની બિમારી વિશે જાણવા જેવું
PCOSની બિમારી વિશે જાણવા જેવું
author img

By

Published : Jan 31, 2021, 3:15 PM IST

પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ અથવા તો PCOS, એ પ્રજનનક્ષમ વયે મહિલાઓને સતાવતી એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા માસિક ચક્ર સાથે જોડાયેલી છે, જેના કારણે માસિક ચક્ર અનિયમિત કે લાંબું રહે છે કે પછી શરીરમાં નર હોર્મોન લેવલ ઊંચું રહે છે. અંડાશયમાં સિસ્ટ (પ્રવાહીનું એકત્રીકરણ) પણ થઇ શકે છે, જેના કારણે અંડાશય ઇંડાં છૂટા પાડવા માટે અસક્ષમ બને છે. જો આ સ્થિતિ યથાવત્ રહે, તો મહિલાને PCOSનું નિદાન થઇ શકે છે. PCOS થવા પાછળનું ચોક્કસ કારણ અજ્ઞાત છે, જોકે, વહેલી તકે નિદાન, સારવાર અને યોગ્ય વજન જાળવવાથી મદદ મળી શકે છે. આ સમસ્યાના કારણે ડાયાબિટીસ કે હૃદય સંબંધિત બિમારી જેવી શારીરિક સ્થિતિ પણ ઉદ્ભવી શકે છે.

PCOSનાં લક્ષણો

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) દ્વારા જણાવ્યા મુજબ, અહીં PCOSનાં કેટલાંક લક્ષણો તથા નિશાનીઓ વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં એમ પણ જણાવાયું છે કે, આ લક્ષણો સામાન્યપણે કિશોરાવસ્થાના ઉત્તરાર્ધ અથવા તો ઉંમરની વીસીના પ્રારંભમાં દેખા દેતાં હોય છે અને તેમાં નીચેનાં લક્ષણોનો સમાવેશ થાય છેઃ

અનિયમિત પિરીયડ અથવા તો પિરીયડ જ ન આવવા

અનિયમિત ઓવ્યુલેશન અથવા ઓવ્યુલેશનની નિષ્ફળતાના પરિણામે ગર્ભાધાનમાં મુશ્કેલી

વધુ પડતા વાળ ઊગવા (હર્સ્યુટિઝમ) – સામાન્યપણે ચહેરા, છાતી, પીઠ કે નિતંબ પર વાળ ઉગવા

વજન વધવું

માથા પરના વાળ પાંખા થવા અને વાળ ખરવા લાગવા

તૈલી ત્વચા અથવા ખીલની સમસ્યા

અન્ય લક્ષણોમાં ભારે બ્લીડિંગ, શરીર પર કાળા ચકામા પડવા, માથું દુખવું, પેડુમાં દુખાવો થવો અને વંધ્યત્વનો સમાવેશ થાય છે.

PCOS થવા પાછળનાં જવાબદાર કારણો

ઉપર જણાવ્યું તે પ્રમાણે, PCOS થવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ નિષ્ણાતો સૂચવે છે કે, આ બિમારી વારસાગત હોઇ શકે છે. આ ઉપરાંત શરીરમાં હોર્મોનના અસાધારણ સ્તરના કારણે પણ તે થઇ શકે છે, જેમકે, એન્ડ્રોજિન કે પુરુષ હોર્મોન્સનું ઊંચું પ્રમાણ તથા ઇન્સ્યુલિનનું ઊંચું સ્તર. મેદસ્વીતા કે વધુ પડતા વજનના કારણે પણ આ બિમારી લાગુ પડી શકે છે.

PCOS તથા આરોગ્યની અન્ય તકલીફો

PCOS બિમારી અમુક ચોક્કસ આરોગ્ય સંબંધિત તકલીફો સાથે સંકળાયેલી છે, તે પૈકીની કેટલીક લાંબા ગાળાની સમસ્યાઓ નીચે પ્રમાણે છેઃ

ટાઇપ-2 ડાયાબિટીસ અથવા પ્રિડાયાબિટીસ

ગેસ્ટેશનલ ડાયાબિટીસ

હાઇ બ્લડ પ્રેશર

વંધ્યત્વ

સ્લીપ એપ્ની

ડિપ્રેશન અને વ્યગ્રતા

ઇટિંગ ડિસોર્ડર

એન્ડોમેટ્રિયલ કેન્સર (ગર્ભાશયની લાઇનિંગનું કેન્સર)

કોલેસ્ટરોલનું અસાધારણ પ્રમાણ

મેદસ્વીપણું

PCOSની સારવાર

PCOS માટે કોઇ ઉપચારાત્મક સારવાર નથી, પણ તેનાં લક્ષણોનું વિવિધ રીતે વ્યવસ્થાપન કરી શકાય છે. આ માટે કોઇપણ ડોક્ટર સૌપ્રથમ તમારી જીવનશૈલી બદલવાની ભલામણ કરશે. જેમાં તમારી આહારની ટેવો બદલવાનો અને તમારા રોજિંદા રૂટિનમાં શારીરિક પ્રવૃત્તિઓ વધારવાનો સમાવેશ થાય છે. તંદુરસ્ત અને સંતુલિત આહાર ધરાવવો જરૂરી છે. વધુ પડતી સુગર કે ચરબી ધરાવતા જંક ફૂડનું સેવન ટાળવું અને રોજ ઓછામાં ઓછી 30-45 મિનિટ એક્સરસાઇઝ કરવી. જો તમે વધુ પડતું વજન ધરાવતા હોવ કે મેદસ્વી હોવ, તો આ જીવનશૈલી તમને વજન ઘટાડવામાં ઉપયોગી નીવડશે.

આ ઉપરાંત, વંધ્યત્વ, વધુ પડતા વાળ ઉગવા, માસિક ચક્રમાં અનિયમિતતા વગેરે જેવાં લક્ષણોની સારવાર માટે દવાઓ ઉપલબ્ધ છે. કુટુંબ નિયોજનનાં પગલાં પણ અસરકારક રહે છે અને તે સામાન્ય હોર્મોનલ બેલેન્સ જાળવવામાં મદદરૂપ બની શકે છે. આ પગલાંમાં દવાઓ, વજાઇનલ રિંગ કે પેચનો સમાવેશ થાય છે. NHSના જણાવ્યા પ્રમાણે, “જો પ્રજનનક્ષમતા માટેની દવાઓ અસરકારક ન હોય, તો લેપરોસ્કોપિક ઓવેરિયન ડ્રિલિંગ (LOD) નામની સરળ સર્જિકલ પ્રક્રિયા કરાવી શકાય છે. તેમાં ટેસ્ટોસ્ટેરોન જેવા એન્ડ્રોજિન ઉત્પન્ન કરતા અંડાશયમાં રહેલા ટિશ્યૂને દૂર કરવા માટે હિટ કે લેસરનો ઉપયોગ કરવામાં આવે છે. PCOS ધરાવતી મોટાભાગની મહિલાઓ આ સારવાર બાદ ગર્ભવતી થઇ શકે છે.”

આમ, જો તમે ઉપર જણાવ્યા પૈકીનાં કોઇપણ લક્ષણો ધરાવતાં હોવ, ખાસ કરીને જો તમારું માસિક ચક્ર અનિયમિત હોય, તો તાત્કાલિક તમારા ડોક્ટરનો સંપર્ક સાધો. PCOSનું વિવિધ રીતે નિદાન થઇ શકે છે, જેમાં શારીરિક તપાસ, પેલ્વિક તપાસ, પેલ્વિક અલ્ટ્રાસાઉન્ડ અને બ્લડ ટેસ્ટનો સમાવેશ થાય છે. વધુ તકલીફો પેદા ન થાય, તે માટે ડોક્ટર આ લક્ષણોનું અસરકારક વ્યવસ્થાપન કરવા માટેના માર્ગો સૂચવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.