વોશિંગ્ટન: છેલ્લા ધણા દિવસોથી ટ્વિટર પોતે પોતાના જ મુદાને લઇને ટ્રેન્ડમાં આવી રહ્યું છે. પછી પોતાનો લોગો હોય કે પછી બ્લુ વેરીફેકશન ટીકથી હોય. સતત કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં આવી રહ્યું છે. હવે BBC એકાઉન્ટમાં ગવર્નમેન્ટ ફંડેડ મીડિયા લખીને ટ્રેન્ડમાં આવ્યું છે. તો બીજી બાજૂ થોડા દિવસો પહેલા તારીખ 14 ફેબ્રુઆરીના દિવસે દિલ્હી-મુંબઈ સહિત 20 ઓફિસ પર Income Tax ના દરોડા પડ્યા હતા.
BBC એક સ્વતંત્ર સમાચાર: ટ્વિટરે બીબીસીને 'ગવર્નમેન્ટ ફંડેડ મીડિયા' તરીકે લેબલ કર્યું છે. જેના પર 'BBC'એ સખત વાંધો વ્યક્ત કર્યો છે. ખરેખર, બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)નો ટ્વિટર સાથે વિવાદ છે. ટ્વિટરે બીબીસીના વેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટને 'સરકારી ભંડોળ પ્રાપ્ત મીડિયા' તરીકે લેબલ કર્યું છે. આ મુદ્દે 'બીબીસી'એ કહ્યું છે કે ટ્વિટરે આવું બિલકુલ ન કરવું જોઈએ. ટ્વિટરે તરત જ અમારા એકાઉન્ટમાંથી આ લેબલ દૂર કરવું જોઈએ, કારણ કે BBC એક સ્વતંત્ર સમાચાર સંસ્થા છે.
આ પણ વાંચો Hariyana News: નમાજ અદા કરી રહેલા લોકો પર હુમલો, ગામમાં પોલીસ ફોર્સ તૈનાત
નારાજગી વ્યક્ત કરી: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BBCના માલિકે ટ્વિટર મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરી છે. બીબીસીએ કહ્યું કે ટ્વિટરે તરત જ તેમના તમામ એકાઉન્ટમાંથી આ લેબલ દૂર કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે આ લેબલ હવે તે ખાતાઓ પર દેખાઈ રહ્યું છે. જે સરકારી ભંડોળ મેળવે છે. જો કે, આ લેબલ અન્ય રાજ્ય સમર્થિત સમાચાર સંસ્થાઓ જેમ કે કેનેડાની CBC અથવા કતારની અલ જઝીરા પર દેખાતું નથી. બીબીસી ન્યૂઝ (વર્લ્ડ) ટ્વિટર એકાઉન્ટના 39.7 મિલિયન ફોલોઅર્સ છે. બીબીસી ન્યૂઝ (વિશ્વ) હાલમાં સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ દર્શાવવામાં આવે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ લેબલ BBC ન્યૂઝ (વર્લ્ડ) અને BBC બ્રેકિંગ ન્યૂઝ સહિત અન્ય BBC એકાઉન્ટને આપવામાં આવ્યું છે. જોકે, ટ્વિટરે 'સરકારી ભંડોળ પ્રાપ્ત મીડિયા'ને વ્યાખ્યાયિત કરવા માટે કોઈ વ્યાખ્યા આપી નથી.
રાજ્ય-સંલગ્ન મીડિયા: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીબીસીએ કહ્યું છે કે અમે આ મુદ્દાને વહેલી તકે ઉકેલવા માટે ટ્વિટર સાથે વાત કરી રહ્યા છીએ. બીબીસી હંમેશા સ્વતંત્ર રહ્યું છે અને રહેશે. અમને બ્રિટિશ જનતા દ્વારા લાઇસન્સ ફી દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. અગાઉ, અમેરિકન એનપીઆર નેટવર્ક પણ આવા જ વિવાદમાં આવ્યું હતું જ્યારે મસ્કે એનપીઆરનું લેબલ બદલીને 'રાજ્ય-સંલગ્ન મીડિયા' કર્યું હતું.
આવકવેરા વિભાગના દરોડા: બીબીસીની ઓફિસો પર આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહી 14 ફેબ્રુઆરીના કરવામાં આવી હતી. જેમાં આવકવેરા વિભાગની ટીમો દિલ્હી તથા મુંબઈ સહિત 20 જગ્યાઓ પર તપાસ કરી હતી. કર્મચારીઓના બહાર નીકળવા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ આવકવેરા વિભાગની ટીમો કર્મચારીઓને સિસ્ટમ અને મોબાઈલના ઉપયોગ ઉપર પણ રોક લગાવી હતી. BBC ની દિલ્હી ઓફિસ પર આવકવેરા વિભાગની 60થી 70 લોકોની ટીમ સર્વે માટે પહોંચી હતી.