- જાજપુર જિલ્લામાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે
- એક શખ્સે સાંપે ડંખ માર્યાનો બદલો લીધો અને સાંપની મૃત્યુ થઇ ગઇ
- 45 વર્ષના એક વ્યક્તિને સાંપે ડંખ માર્યો હતો
ઓડિશા: જાજપુર જિલ્લામાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જ્યાં એક શખ્સે સાંપે ડંખ માર્યાનો બદલો લીધો અને સાંપની મૃત્યુ થઇ ગઇ છે. 45 વર્ષના એક વ્યક્તિને સાંપે ડંખ માર્યો હતો, જવાબમાં એ શખ્સે સાંપ પર હૂમલો કર્યો અને તેને કાપી નાખ્યો, વ્યક્તિ બચી ગયો અને સાપ મરી ગયો. જાજપુર જિલ્લાના દાનાગઢી વિસ્તારમાં કિશોર બદ્રા નામનો એક શખ્સ જ્યારે બુધવારે રાત્રે ખેતરમાંથી પાછો આવી રહ્યો હતો, ત્યારે તેને સાંપે ડંખ માર્યો હતો. તરત જ કિશોરે સાંપને પકડી લીધો, પછી કાપી નાંખ્યો.
આ પણ વાંચો- માંગરોળના માનખેત્રા ગામે સાંપ કરડતા બાળકનું મોત
કિશોર મૃત્યુ પામેલા સાપને પોતાના ઘરે લઇ ગયો
કિશોરના કહ્યા મુજબ, રાત્રે જ્યારે હું ઘરે આવી રહ્યો હતો, ત્યારે મારા પગમાં કંઇક કરડ્યુ. મે ટોર્ચ ચાલુ કરીને જોયું તો સાંપ મારા પગ પર હતો. મે સાપને હાથમાં લીધો અને તેને સતત કાપતો રહ્યો, તે સાપ ત્યાં જ મરી ગયો. કિશોર મૃત્યુ પામેલા સાપને પોતાના ઘરે લઇ ગયો અને પોતાની પત્નિને આખી ઘટના કહી. જોતજોતામાં આ સમાચાર આખા ગામમાં ફેલાઇ ગયા અને બધા આ વિશે વાત કરવા માંડ્યા.
આ પણ વાંચો- યોગ કેન્દ્રના સ્વંય સેવકે 14 ફૂટ લાંબા કિંગ કોબ્રાનો જીવ બચાવ્યો
કિશોર બદ્રા પર સાંપના ડંખવાની કોઇ અસર થઇ નથી
લોકોએ કિશોરને તરત જ નજીકની હોસ્પિટલમાં જવાની સલાહ આપી, જો કે, તેણે ના પાડી દીધી તે એક પારંપરિક ઉપચારક પાસે ગયો અને બતાવ્યું. જો કે, આશ્ચર્યની વાત એ છે કે કિશોર બદ્રા પર સાંપના ડંખવાની કોઇ અસર થઇ નથી.