ETV Bharat / bharat

TOP NEWS : સૂર્ય ગ્રહણની રાશીઓ પર કેવી અસર થશે? આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં... - undefined

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

Top News Today
Top News Today
author img

By

Published : Oct 26, 2022, 4:03 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે

ઈટીવી ભારત તરફથી તમામ દર્શકોને નૂતન વર્ષાભિનંદન

દિવાળીના પછીના દિવસને 'બેસતું વર્ષ' કહેવામાં આવે છે. આ દિવસ 'કારતક સુદ એકમ' નો હોય છે. આને (Gujarati New Year) ગુજરતીઓનું 'નવું વર્ષ' તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી નવું વર્ષ અન્ય હિંદુ તહેવાર સાથે એકરુપ છે, એટલે કે ગોવર્ધન પૂજા અથવા અન્નકુટ પૂજા જે ભારતના અન્ય ભાગોમાં ધાર્મિક રીતે ઉજવવામાં આવે છે.

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો

જાણો આજના સૂર્ય ગ્રહણની રાશીઓ પર કેવી અસર થશે?

મંગળવારના રોજ સૂર્યગ્રહણની (Solar eclipse rashifal 25 october 2022) શું અસર થશે, કઈ રાશિને મંગળ સાથે રહેશે અને કોને રાખવાની રહેશે (Surya grahan rashifal upay) સાવધાની, તમે આ કુંડળીમાં જાણી શકશો, આ જન્માક્ષર તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે. Click here

મુંબઈથી ડ્રગ્સનો જથ્થો ખરીદી સુરતમાં વેચવા આવ્યાં ચાર રીઢા આરોપીઓની ધરપકડ

દિવાળીના પર્વ ( Diwali 2022 ) પર સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ( Surat SOG) મુંબઈથી ડ્રગ્સનો જથ્થો ખરીદી સુરતમાં વેચવા માટે આવેલા રીઢા ચાર ડ્રગ પેડલરની ધરપકડ ( Four drug peddlers arrested ) કરી છે. કુલ 59 લાખ રૂપિયાનો એમડી ડ્રગ્સ પોલીસે કબજે ( 59 lakh rupees MD drugs seized ) કર્યો છે. આ આરોપીઓ મોહમદ અલી રોડ ખાતે રહેતા ડ્રગ્સ પેડલર પાસેથી ડ્રગ્સ ખરીદી અહીં સુરતમાં સાત ડ્રગ્સ પેડલરને આપવાના હતાં. Click here

વિજિલન્સની ટીમે પકડી 400થી વધુ દારૂની બોટલ, રાણીપ પોલીસ ઇન્સ્પેક્ટર સામે શંકા

અમદાવાદના રાણીપમાં એક એપાર્ટમેન્ટમાંથી દારુનું ગોડાઉન ( Liquor godown seized in Ranip Ahmedabad ) મળી આવ્યું હતું. બાતમીના આધારે એસએમસી ટીમે તપાસ કરતાં દારુની 435 બોટલ ( 435 bottles of liquor ) મળી આવી હતી. આ મામલામાં રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સામે શંકા (Suspicion against Police Inspector) સેવાઇ રહી છે. Click here

IPS પર પેટ્રોલ બોમ્બ ફેંકવાના કેસમાં 100થી વધુ સામે ગુનો નોંધી 20ની અટકાયત

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં એક તરફ હિન્દુ અને બીજી તરફ મુસ્લીમ વસ્તી છે. અહીં બન્ને કોમના લોકો વર્ષોથી સાથે રહે છે, પરંતુ દિવાળીની રાત્રે એવુ કંઇક બન્યું કે, અચાનક બન્ને કોમના ટોળા સામ સામે આવી ગયા (Gujarat communal riots ) અને જોત જોતામાં બન્ને કોમના ટોળા વચ્ચે ભારે પથ્થર મારો કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ એટલી તંગ બની કે, શહેરની મોટા ભાગની પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગઇ અને વણસી ઉઠેલી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. રસ્તા ઉપર દૂર દૂર સુધી માત્ર પથ્થરો જોવા મળી રહ્યાં હતા. જેથી જે.સી.બીની મદદથી રસ્તા પરના પથ્થરો દૂર કરવામાં આવ્યાં હતા. તદઉપરાંત તોફાનીઓએ વાહનો સળગાવી દેતા ફાયર બ્રીગેડની મદદ લેવામાં આવી હતી. આ મામલે પોલીસે બન્ને કોમના 20થી વધુ લોકો સામે ગુનો નોંધી કેટલાકની અટકાયત કરી છે. મોડી રાત્રે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. આ દરમિયાન જે બિલ્ડીંગ પરથી IPS યશપાલ જગાણીયાના પગ પાસે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો (petrol bomb thrown on IPS Yashpal Jaganiya ) હતો. તેજ સ્થળેથી 20 જેટલા પેટ્રોલ બોમ્બ મળી આવ્યાં હોવાનુ જાણવા મળી રહ્યું છે. Click here

ભાવનગરમાં ક્રૂર પતિએ હદ પાર કરી, સસરા સામે જ પત્નીની કરી હત્યા

ભાવનગરમાં દિવાળીના દિવસે (Diwali Festival) જ પિતાની નજર સામે દિકરીની હત્યા કરી (husband kills wife in Bhavnagar) જમાઈ ફરાર થઈ ગયો હતો. અહીં મૃતક મહિલાના પિતા કુટુંબીજનો સાથે તેમના ઘરે આવ્યા હતા. જે તેમના જમાઈને ન ગમતા તેણે સંબંધીઓ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ મહિલાની હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસે 4 સામે ફરિયાદ નોંધી છે. Click here

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.