ETV Bharat / bharat

અને અચાનક ટ્રેન આવી ગઈ, 3 બાળકો રેલ્વે લાઇન પર રમતા અડફેટે આવ્યા

પશ્ચિમ બંગાળના હાવડામાં એક હૈયુ હચમચી જાય એવી ઘટના બની છે. જ્યાં 3 બાળકો રેલ્વે લાઇન પર રમતા હતા અને અચાનક ટ્રેન આવી ગઈ, જેમા ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 સગીરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું (Tragic Accident at Uluberia West bengal) હતુ અને 1 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

Hit by local train, 2 die, 1 injured in Uluberia

author img

By

Published : Oct 7, 2022, 12:48 PM IST

Updated : Oct 7, 2022, 3:09 PM IST

હાવડા-પશ્ચિમ બંગાળ: ઉલુબેરિયામાં લોકલ ટ્રેનની અડફેટે (Tragic Accident at Uluberia West bengal) 2 સગીરનાં મોત અને 1 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ સનસનીખેજ ઘટના ગુરુવારે રાત્રે બની હતી. અકસ્માતના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દુ:ખદ અકસ્માત (Horrific Train Accident ) ઉલુબેરિયા સ્ટેશનથી થોડે દૂર ડોમ પારા વિસ્તારમાં થયો હતો. જાણવા મળે છે કે, આ ત્રણેય સગીર સ્ટેશનથી ખૂબ દૂર રેલ્વે લાઇન પર રમતા હતા, તે સમયે અચાનક લોકલ ટ્રેન આવી હતી. ત્રણેય રેલવે લાઇન પર પટકાયા હતા. ત્રણેયની ઉંમર 10થી 12 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. એક કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટનાની માહિતી મળતાં જ ઉલુબેરિયા પોલીસ સ્ટેશન અને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની છાયા છવાઈ ગઈ છે. સાઉથ ઈસ્ટર્ન રેલવેના ચીફ જનસંપર્ક અધિકારી આદિત્ય કુમાર ચૌધરીએ કહ્યું કે, "ઉલુબેરિયા સ્ટેશન પાસે બનેલી ઘટના ખૂબ જ દુઃખદ છે. તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે.''

Last Updated : Oct 7, 2022, 3:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.